Millions of rupees News

અમદાવાદમાં ભ્રષ્ટ અધિકારીઓની રહેમરાહે પાર્કિંગનું મહાકૌભાંડ, નાગરિકોનાં લાખો રૂપિયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાર્કિંગ સમસ્યા માટે જાહેર પ્લોટમાં પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે પાર્કિંગ માટે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જો કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરો મનફાવે તેવા ચાર્જ વસુલે છે. કોન્ટ્રાક્ટર દ્વારા પરચી બનાવવામાં આવે છે. જેમાં કોન્ટ્રાક્ટ દરમિયાન નક્કી કરેલા ચાર્જ લખવામાં આવ્યા છે. 0થી 2 કલાક માટે ટુ વહીલરના 5, થ્રિ વહીલરના 10 અને ફોર વહીલરના 15 રૂ. ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત 6 કલાક, 12 કલાક અને 18 કલાક વાહન પાર્ક કરવા માટેના અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જો કે વાહન માલિકો પાસે અલગ રીતે ચાર્જ વસુલીને ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. 
Feb 13,2022, 19:45 PM IST
VADODARA: લાખો રૂપિયાની ચોરીનો કેસ પોલીસે એટલી સ્માર્ટનેસથી ઉકેલ્યો કે તમે પણ કહેશો
શહેરમાં એક CCTV કેમેરાએ લાખો રૂપિયાની રોકડની થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. સુરતથી વડોદરા આવેલા ડાયમન્ડનાં વેપારીની તબિયત અચાનક લથડતા તેઓ ફૂટપાથ પર સુઇ ગયા અને જ્યારે ઊંઘમાંથી ઉઠયા તો તેમના હોશ ઉડી ગયા. વડોદરામાં લાખો રૂ.ની એક ચોરીનો ભેદ ગણતરીની મિનિટોમાં ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઘટના વડોદરાનાં નવાં એસટી બસ ટર્મિનલ વિસ્તારની છે. જ્યાં સુરતની આવેલા હીરાનાં વેપારીનાં 3 લાખ રૂ.ની રોકડ ચોરાઇ ગઇ. વેપારીએ ફરિયાદ કરતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ, પરંતુ પોલીસને આ ગુનાનો ભેદ ઉકેલવામાં હ્યુમન ઇન્ટેલિજન્સ કરતાં વધારે મદદ કરી એક સીસીટીવી કેમેરાએ. સુરતમાં રહેતાં હીરાનાં વેપારી જયેશ કોશિયા તેમની પત્નીને તેડવા પોતાની સાસરી હાલોલ જઇ રહ્યાં હતાં.
Sep 27,2021, 20:53 PM IST
Junagadh: કરોડોની હુંડીયામણ લાવી આપતો ઉદ્યોગ ડીઝલમાં ભાવ વધારાને કારણે મરણપથારીએ
દેશને વર્ષે કરોડોનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતો મત્સ્યોદ્યોગ મુશ્કેલીમાં માચ્છીમારોના કરોડો રુપીયા નિકાસકારો પાસે તો નિકાસકારોના કરોડો રુપીયા ચાઇનામાં ફસાતા મત્સયઉઘોગ મુકાયો મુશ્કેલીમાં મુકાયા છે. આર્થીક કટોકટીનો સામનો કરતા માચ્છીમારો ફીશીંગ બોટ શરુ કરવા અંગે ચીંતીત છે. મત્સ્યોદ્યોગ ઠપ્પ થવાની કગાર પર છે. ગુજરાતની 25 હજાર ફિશિંગ બોટો પર નિર્ભર લાખો લોકોની રોજગારી પર તોળાતો ખતરો છે. કુદરતી આફતો, કોરોના અને ડીઝલના અસહ્ય ભાવવધારાએ માછીમારોની કમર ભાંગી નાખી હતી. વેરાવળ ખાતે માછીમાર આગેવાનોની યોજાઈ ચિંતન બેઠક. દેશને હજારો કરોડનું વિદેશી હુંડીયામણ કમાઇ આપતો મત્સયઉઘોગ મરણપથારીએ છે. 
Jul 18,2021, 18:35 PM IST
ગામના સરપંચે પ્લોટનાં નામે પોતાના જ ગામની મહિલાઓના લાખો રૂપિયા લુંટ્યા
પાણપુરના સરપંચે બે મહિલાઓ સાથે પ્લોટના મામલે રૂા.૫.૩૦ લાખની ઠગાઇ કરતા હિમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. જેન લઈને હવે છેતરપીંડી કરનાર સરપંચ સામે પોલીસે મહિલાની ફરિયાદ આધારે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર નજીકના પાણપુર ગામના સરપંચે દોઢ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૯ દરમિયાન હિંમતનગરની બે મહિલાઓને સવગઢ પંચાયતમાં સર્વે નં ૯/૧ માં પ્લોટો અપાવવાનું કહી ત્રણ પ્લોટો પેટે રૂા.૬ લાખ મેળવ્યા હતા. ત્યારબાદ બંને મહિલાઓએ સરપંચ પાસે પ્લોટ તેમજ પ્લોટ ન આપે તો પૈસા પરત કરવાની ઉઘરાણી કરતા રૂા.૭૦ હજાર ચૂકવ્યા બાદ સરપંચ બંને મહિલાઓને રૂા.૫.૩૦ લાખની રકમ ન ચૂકવતા કે પ્લોટ ન અપાવતા મામલો ગરમાયો હતો. 
Feb 12,2021, 18:54 PM IST
સરકારી નોકરીની લાલચે લાખો રૂપિયાની ઠગાઇ, પોલીસ કર્મીના પિતા પણ છેતરાયા
Oct 31,2020, 19:51 PM IST

Trending news