વિદેશ જવાનું આયોજન કરી રહ્યા હો તો ધ્યાન રાખજો ઠગ ભટકાઇ ન જાય, લાખોની ઠગાઇ આચરી !

વિઝા આપવાના બહાને બંટી બબલીએ 10 લાખની ઠગાઈ આચરી. એક વ્યક્તિ પાસે પૈસા પડાવી આ ટોળકી ઠગાઈ આચરતી અને તેમાં થોડા નાણાં પરત આપી વિશ્વાસ કેળવતા અને અન્ય લોકો સાથે પણ આ જ રીતે પૈસા પડવાનું કાવતરું રચતા હતા. નરોડામાં રહેતા નીલેશ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં દીક્ષિત મેનત અને માનસી યશવંતરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વિદેશ જવાનું આયોજન કરી રહ્યા હો તો ધ્યાન રાખજો ઠગ ભટકાઇ ન જાય, લાખોની ઠગાઇ આચરી !

મૌલિક ધામેચા/અમદાવાદ : વિઝા આપવાના બહાને બંટી બબલીએ 10 લાખની ઠગાઈ આચરી. એક વ્યક્તિ પાસે પૈસા પડાવી આ ટોળકી ઠગાઈ આચરતી અને તેમાં થોડા નાણાં પરત આપી વિશ્વાસ કેળવતા અને અન્ય લોકો સાથે પણ આ જ રીતે પૈસા પડવાનું કાવતરું રચતા હતા. નરોડામાં રહેતા નીલેશ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં દીક્ષિત મેનત અને માનસી યશવંતરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નીલેશ હાલમાં એક ખાનગી કંપનીમાં એન્જ‌િન‌યર તરીકે ફરજ બજાવે છે. નીલેશનો મિત્ર યશદીપ બુંદેલા નોર્થ અમેરિકા સ્ટુડન્ટ્સ વિઝા પર ગયો હતો. નીલેશને પણ અમેરિકા જવું હતું, જેથી યશદીપના પિતા રાજેશભાઈએ મુંબઈના દીક્ષિત મેનત અને માનસી યશવંતરાવ સાથે સંપર્ક કરાવ્યો હતો. જેથી નીલેશે દીક્ષિત સાથે વાત કરી હતી. દીક્ષિતે ફોન પર નીલેશને કહ્યું કે અમે ફોક્સ ઈન્ટરનેશલ નામથી પાસપોર્ટ, સ્ટુડન્ટ વિઝા વગેરેનું કામકાજ કરીએ છીએ અને નીલેશને નોર્થ અમેરિકાની સેન્ટ ટેરેસા યુનિવ‌િર્સટીમાં એમબીએના અભ્યાસ માટે વિઝા કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો.

દીક્ષિતે નીલેશને કહ્યું કે ત્યાં અભ્યાસની ફી તથા રહેવાનો ખર્ચ ૧૪.પ૦ લાખ રૂપિયા થશે. તેણે આમ કહેતાં નીલેશ ખર્ચ કરવા તૈયાર હતો. તે પછી નક્કી થયા મુજબ નીલેશે તેના તમામ ડોક્યુમેન્ટ તેમજ ટુકડે-ટુકડે ૧૪.પ૦ લાખ રૂપિયા દીક્ષિતને આપી દીધી હતા. ત્યારબાદ થોડા દિવસ પછી દીક્ષિત અને માનસી નીલેશના વોટ્સઅપમાં ખોટાં ખોટાં રિસીપ્ટ મોકલીને ભરોસો આપતાં હતાં કે વિઝા મળી જશે. ખાસ્સો સમય થઇ ગયો હોવા છતાં નીલેશને દીક્ષિત કે માનસી વિઝાની વ્યવસ્થા કરી આપતાં ન હતાં અને ખોટા ખોટા વાયદા કરતાં હતાં.

જેથી નીલેશે પૈસા પરત માગતાં બંને આજકાલ-આજકાલ કરતાં હતાં. નીલેશે દીક્ષિતને ફરિયાદ કરવાની ધમકી આપતાં ટુકડે-ટુકડે ૪.પ૦ લાખ રૂપિયા પરત આપ્યા હતા. જોકે બાકી દસ લાખ રૂપિયા પરત આપ્યા ન હતા. ઓગસ્ટ-ર૦૧૯થી આજદિન સુધી દીક્ષિત અને માનસીએ વિઝા અપાવાના બહાને નીલેશ પાસેથી પૈસા પડાવી લીધા, પરંતુ વિઝા કે પૈસા પરત  ન આપતાં તેણે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બંટી બબલીની વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news