Making News

સુરતીઓને કંઇક નોખુ જ જોવે ! આ ટેણીયાએ બનાવી નાખી અનોખી નેચરલ સાયકલ
એક નાનો આઈડિયા પણ મોટો બદલાવ લાવતો હોય છે, ત્યારે સુરતના એક 17 વર્ષના વિદ્યાર્થીએ યુ ટ્યુબ પર એક વિડીયો જોઈ લાકડાની ફ્રેમ આવી સાયકલ બનાવી છે, જેના માટે તેને મહારાષ્ટ્રથી ડેન્ડોકોલામલ સ્ટોક્સી બામ્બુ મંગાવી, જાતે કટ કરી તૈયાર કરી વોટરપ્રુફ સાઈકલ બનાવી હતી. આ સાયકલ, જી હાં પહેલી નજરે તમે ભરોસો નહીં કરી શકો, પરંતુ આ વાત સાચી છે, અને આ કમાલ સુરતના 17 વર્ષના કુશ જરીવાલાએ કર્યું છે, કુશે બામ્બુમાંથી સાઈકલ તૈયાર કરી છે. કુશ જરીવાલા હાલ ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરે છે, વાત એમ છે કે લોકડાઉન દરમિયાન કુશ સોશિયલ મીડિયામાં વિડીયો જોય રહ્યો હતો. દરમિયાન એક વ્યક્તિનો વીડિયો યુટ્યુબ પર જોયો હતો, આ વ્યક્તિ નેચર લવર હતો, તેની પાસે રક સાઈકલ હતી, જે લાકડાના બામ્બુમાંથી બની હતી. આ વીડિયો જોઈ કુશ પ્રભાવિત થયો હતો, ભારતના લોકો બામ્બુની ઈકોફ્રેન્ડલી સાઈકલ વિશે માહિતી મળે તે માટે કુશને આ સાઈકલ બનાવવાનો વિચાર આવ્યો હતો. 
Oct 30,2020, 22:03 PM IST

Trending news