Last week News

ડિસેમ્બરનું અંતિમ અઠવાડીયું સુશાસન સપ્તાહ તરીકે ઉજવાશે, આ કાર્યક્રમો રહેશે આકર્ષણનું
કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં આગામી તા. ૨૬ થી તા.૩૧ ડિસેમ્બર સુધી ‘સુશાસન સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવશે. જ્યારે તા. ૨૬ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન ‘નદી ઉત્સવ’ મનાવવામાં આવશે. તેવું સરકારના પ્રવક્તા તથા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તા. ૨૫ ડિસેમ્બરે રાજ્યકક્ષાનો સુશાસન દિવસ ગાંધીનગર ખાતે ઉજવાશે. સુશાસન દિવસે નવીન સ્વાગતકક્ષ, નવી નીતિ-પોલિસી, વિવિધ વિભાગોની મોબાઈલ એપનો શુભારંભ કરાશે.વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ, સાંસદઓ, ધારાસભ્યઓની હાજરીમાં સુશાસન દિવસ ઉજવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તા. ૨૬ ડિસેમ્બરે સુરતમાં તાપી નદીના કિનારે રાજ્યકક્ષાનો નદી ઉત્સવ ઉજવવામાં આવશે. નદી ઉત્સવમાં તાપી, નર્મદા અને સાબરમતી નદી ખાતે આરતી, મેરેથોન, સંવાદ અને સફાઈ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. SSC અને HSCના વિદ્યાર્થીઓને તૈયારીનો વધુ સમય મળી રહે તે માટે બોર્ડની પરીક્ષાઓ ૧૫ દિવસ મોડી યોજાશે. ૧૦,૦૦૦થી વધુ ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ૮૦ થી ૯૦ ટકા સરપંચ-સભ્યો ભાજપની અને તેની વિચારધારા ધરાવતા ઉમેદવારો ચૂંટાયા તે બદલ મતદારોનો મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું. 
Dec 22,2021, 19:14 PM IST

Trending news