Kathua News

દિલ્હી સુધી પહોંચતા પંજાબ-હરિયાણાના ધુમાડાનું આખરે સોલ્યુશન મળ્યું
દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ ફેલાવવા માટે બદનામ પરાલી સૂરજકુંડ મેળામાં જોરદાર નામ કમાવી રહી છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં યોજાયેલ મેળામાં પહોંચેલ શિલ્પકાર પરાલી (Parali) થી ઘરેલુ ઉપયોગમાં લેવાતી સામગ્રી બનાવી રહ્યાં છે. જેમાં બેસવા માટે આસન, આરામ કરવા માટે ચટ્ટાઈ, પહેરવા માટે ચપ્પલ અને સામાન રાખવા માટે ટોપલી પણ બનાવી રહ્યાં છે. જમ્મુ કાશ્મીરની શિલ્પકાર મહિલાઓએ આ સાબિત કરી દીધું કે, પરાલી સમસ્યા નહિ, પણ સમાધાન છે. તેને બાળો નહિ, પરંતુ ઉપયોગ કરો. તેનો પ્રયોગ કરો. પરાલીથી બનેલા બહુ જ સુંદર અને આકર્ષક સામાન મેળામાં પહોંચી રહ્યાં છે. જે પર્યટકોને પણ ગમી રહ્યાં છે. આ મેળામાં પરાલી ન બાળવા માટેનું શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. 
Feb 7,2020, 18:02 PM IST
સત્યની સાથે ZEE NEWS: આ VIDEOના કારણે કઠુઆ કેસમાં જંગોત્રા નિર્દોષ સાબિત થ
કઠુઆ ગેંગરેપ કેસમાં પઠાણકોટની વિશેષ કોર્ટે સાતમાંથી છ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જ્યારે એક આરોપી વિશાલ જંગોત્રાને છોડી મૂક્યો છે. બપોર બાદ દોષિતો માટે સજાની જાહેરાત થશે. આ બધા વચ્ચે કોર્ટે જે સાતમા આરોપીને છોડી મૂક્યો તે વિશાલ જંગોત્રાના છૂટકારામાં સીસીટીવીનું એક ફૂટેજ નિર્ણાયક ભૂમિકા ભજવી ગયું. જેના આધારે વિશાલને છોડી મૂકવામાં આવ્યો. ઝી ન્યૂઝે સૌથી પહેલા આ ફૂટેજને બતાવતા કહ્યું હતું કે ઘટના સમયે વિશાલ ત્યાં હાજર નહતો. તેની જગ્યાએ તે મુઝફ્ફરનગરના મીરાપુરમાં હાજર હતો અને ત્યાંના એક એટીએમમાંથી પૈસા કાઢી રહ્યો હતો. એટીએમમાં લાગેલા સીસીટીવીના ફૂટેજથી તે વાતને સમર્થન મળ્યું. 
Jun 10,2019, 16:49 PM IST

Trending news