Its my school News

ઈટ્સ માય સ્કૂલઃ શું છે વલસાડના પારડીમાં આવેલી એસવીએસડી સ્કૂલની ખાસિયતો
Oct 18,2019, 18:53 PM IST
ઇટ્સ માય સ્કુલ: જુઓ સાવરકુંડલાની ડી.બી ગજેરા શાળાની ખાસિયતો
ઝી 24 કલાકનો પ્રોગ્રામ સ્કુલમાં આજે વાત કરીશું સાવરકુંડલાની ડી.બી.ગજેરા સ્કૂલ ની સ્કૂલ કરતાં કઈ રીતે અલગ છે. તકેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને કઇ પ્રવૃત્તિમાં રસ છે. ભણતર સિવાય અહીં કઈ બીજી અન્ય પ્રવૃત્તિને મહત્વ આપવામાં આવે છે. ડી.બી.ગજેરા સ્કૂલ માં એલ.કે.જીથી લઈને 12 સાયન્સ સુધીના ક્લાસીસ છે. અહીં કુલ 900 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ડી.બી.ગજેરા સ્કૂલમાં ભણતર સિવાય સ્પોર્ટ્સને પણ મહત્વ આપવામાં આવે છે. અહીં ક્રિકેટ,વોલીબોલ, કબડ્ડી તેમજ અન્ય પ્રવૃત્તિમાં પણ વિદ્યાર્થીઓ રસલે છે. અને આ વિવિધ પ્રવૃત્તિઓને લઈને અહીંના વિદ્યાર્થીઓ માને છે કે, અમરેલીની બીજી સ્કૂલ કરતા ડી.બી.ગજેરા સ્કૂલ કંઈક હટકે છે.
Oct 16,2019, 19:15 PM IST
ઇટ્સ માય સ્કુલ: જુઓ આદિપુરમાં આર.પી.પટેલ ગુજરાત વિદ્યાલયની ખાસિયતો
કચ્છની શૈક્ષણિક નગરી એટલે આદિપુરમાં આવેલ ગુજરાત એજયુકેશન સોસાયટી સંચાલિત આર.પી.પટેલ ગુજરાત વિદ્યાલય એટલે અનોખી શૈક્ષણિક સંસ્થાન આ શાળામાં ગુજરાતી માધ્યમમાં ધોરણ ૯ થી ૧૨ નું ઉચ્ચતમ શિક્ષણ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે 1954માં શરૂ થયેલ આ સંસ્થા હાલમાં શહેરમાં એક આગવું સ્થાન ધરાવે છે આ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં તબીબ, ઇજનેર અને રાજકારણ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે જે શાળાની કાર્ય ક્ષમતા અને અભ્યાસ કરાવવાની પધ્ધતિ શ્રેષ્ઠ હોવાનું પ્રતિપાદિત થઈ રહ્યુ છે આ શાળામાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને ઈતર પ્રવૃતિઓ એટલે કે રમત ગમત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જ્ઞાન વિજ્ઞાન ઉપરાંત જનરલ નોલેજ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
Oct 16,2019, 19:10 PM IST
it's my school : પ્રતાપનગરની માધ્યમિક શાળાની ખાસીયતો...
ઝી ૨૪ કલાકના વિશેષ કાર્યક્રમ ઈટ્સ માય સ્કુલમાં આજે આપણે વાત કરીશુ વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે આવેલ માધ્યમિક ગ્રામ શાળા પ્રતાપનગરની આ શામાં વિધાર્થીઓ શાળામાં પ્રવેશતાની સાથેજ શાળાના કંપાઉન્ડમાં મુકેલ વિધાની દેવી માં સરસ્વતી ની પ્રતિમાને ફુલ ચઢાવી નમન કરે છે.અને ત્યારબાદ પોતાના વર્ગ તરફ આગળ વધે છે.આ શાળામાં સાયન્યની લેબ સહિત અનેક સુવિધાઓ આવેલી છે.શાળામાં જે નબળા વિધાર્થીઓ હોય છે એ તમામ વિધાર્થીઓને અલગ થી શિક્ષણ આપવામાં આવે છે અને તેઓ શિક્ષણમાં આગળ વધે તે અંગેના પ્રયાસ હાથ ધરવામાં આવે છે.શાળાના આચાર્ય તેમજ શિક્ષકો શાળાના બાળકો સાથે પરિવારની જેમ વ્યવહાર કરે છે.આ શાળામાં વિધાર્થીનીઓ ની સાથે વિધાર્થીઓ પણ રમત ગમતની અનેક સ્પર્ધામાં આગળ વધે છે.શાળાના વિધાર્થીઓ ખો ખો ની રમતમાં જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા બાદ રાજય કક્ષાએ જશે સાથેજ શાળાના વિધાર્થીઓને સંસ્કૃત સહિતની અનેક ભાષાઓ શિખવવામાં આવે છે.તો શાળામાં કોમ્પ્યુટ લેબ ની પણ વ્યવસ્થા છે જેનાથી બાળકોને સારૂ એવુ શિક્ષણ મળી રહે છે.
Oct 14,2019, 22:45 PM IST
it's my school : જાણો દ્વારકાની શારદા મંદિર સ્કુલની ખાસીયતો...
યાત્રાધામ દ્વારકા ની પ્રખ્યાત શારદા મંદિર વિદ્યાલય (SMV HIGH SCHOOL). છેલ્લા ૧૯ વર્ષ થી કાર્યરત SMV હાઈસ્કૂલ. LKG , UKG તેમજ ધો. ૧ થી ૭ અને ધો.૮ થી ૧૨ સુધી ના વર્ગો માં ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ. અભ્યાસ ની સાથે સાથે બાળકો ના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ અને પ્રવાસો ના પણ આયોજન. એસ.એસ.સી બોર્ડ ની પરિક્ષા માં આ શાળાની વિદ્યાર્થીની મેળવ્યું છે ગુજરાત માં પ્રથમ સ્થાન. શિક્ષણ માં જિલ્લા માં અવવલ નંબર ની શાળા. દર માસ ના અંતે બાળકો ને લઈ જાય છે વિવિધ સંસ્થાઓ નું મુલાકાતે. દર વર્ષે યોજાય છે વિજ્ઞાન મેળો અને સ્પોર્ટ્સ ડે. દર વર્ષે રાજ્ય , આંતર રાજ્ય તેમજ આંતરરાષ્ટ્રિય પ્રવાસો નું પણ કરવામાં આવે છે આયોજન. દ્વારકા ના જ શિક્ષક M.B ચૌહાણ દ્વારા સ્થાપવામાં આવી છે શાળા. શાળા માં ઉપલબ્ધ છે સુરક્ષા કાજે CCTV કેમેરા. તેમજ કમ્પ્યુટર તથા સાયન્સ લેબ માં બાળકો ને આપવામાં આવે છે પ્રેક્ટિકલ જ્ઞાન. દર સપ્તાહ ના અંતે બાળકો ને ફરજિયાત વ્યાયમ , યોગ નું આપવામાં આવે છે શિક્ષણ. દર માસ ના અંતે વાલી મીટીંગ. દરેક બાળકો માં આપવામાં આવે છે વ્યક્તિગત ધ્યાન.
Oct 14,2019, 20:50 PM IST
it's my school : દ્વારકાની શારદા મંદિર વિદ્યાલયની ખાસીયત

Oct 14,2019, 20:45 PM IST
ઇટ્સ માય સ્કુલ: જાણો ડભોઇની વિશ્વભારતી વિદ્યાલયની ખાસિયતો
ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ ઇટ્સ માય સ્કુલમાં આજે અમે એક એવી શાળાની મુલાકાત કરાવવા જઈ રહ્યા છે. જે ડભોઇ પંથકમાં છેલ્લા 34 વર્ષથી નામના ધરાવનાર વિશ્વભારતી વિદ્યાલય કાર્યરત છે. શાળા ભણતરની સાથે ઘડતરનું પણ ધ્યાન રાખે છે આ શાળામાં શાળાના સમયની શરૂઆતથી જ એક આધ્યાત્મિક અને શારીરિક ઇવેન્ટ કરાવી શરૂ કરવામાં આવે છે અને ત્યારબાદ સિનિયર કેજી થી ધોરણ ૧૨ સુધીની સફર શરૂ થાય છે આ શાળામાં વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તહેવારોમાં જન્માષ્ટમી નવરાત્રી જેવા પ્રસંગે વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા યોજી બાળકોના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવે છે એટલું જ નહીં વિદ્યાર્થીઓને આ શાળામાં આવવાનું ખૂબ ગમે છે.
Oct 12,2019, 18:30 PM IST

Trending news