International chat show News

ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવનારને એશ્વર્યાએ આપ્યો જડબાતોડ જવાબ, જુઓ Video
લોકડાઉન વચ્ચે હાલ અનેક જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનો પણ આવો જ  એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ઈન્ટરનેશનલ ચેટ શોમાં ભારતીય સંસ્કૃતિ અને તેની મજાક ઉડાવનારા લોકોની બોલતી બંધ કરતી જોવા મળી રહી છે. એશ્વર્યા રાયના આ ઈન્ટરવ્યુને જોઈને તમને તેના પર ગર્વ જરૂર થશે. ડેવિડ લેટરમેનના આ ચેટ શોમાં એશ્વર્યા વર્ષો પહેલા જોવા મળી હતી. આ શોમાં તેની કેરિયર અને પર્સનલ લાઈફ અંગે અનેક સવાલ  પૂછાયા હતાં અને ત્યારબાદ એશ્વર્યાની સામે એક એવો સવાલ પણ આવ્યો જેના પર તેણે જડબાતોડ જવાબ આપીને  બધાને ચોંકાવી દીધા. 
May 2,2020, 13:35 PM IST

Trending news