ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવનારને એશ્વર્યાએ આપ્યો જડબાતોડ જવાબ, જુઓ Video

લોકડાઉન વચ્ચે હાલ અનેક જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનો પણ આવો જ  એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ઈન્ટરનેશનલ ચેટ શોમાં ભારતીય સંસ્કૃતિ અને તેની મજાક ઉડાવનારા લોકોની બોલતી બંધ કરતી જોવા મળી રહી છે. એશ્વર્યા રાયના આ ઈન્ટરવ્યુને જોઈને તમને તેના પર ગર્વ જરૂર થશે. ડેવિડ લેટરમેનના આ ચેટ શોમાં એશ્વર્યા વર્ષો પહેલા જોવા મળી હતી. આ શોમાં તેની કેરિયર અને પર્સનલ લાઈફ અંગે અનેક સવાલ  પૂછાયા હતાં અને ત્યારબાદ એશ્વર્યાની સામે એક એવો સવાલ પણ આવ્યો જેના પર તેણે જડબાતોડ જવાબ આપીને  બધાને ચોંકાવી દીધા. 
ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવનારને એશ્વર્યાએ આપ્યો જડબાતોડ જવાબ, જુઓ Video

નવી દિલ્હી: લોકડાઉન વચ્ચે હાલ અનેક જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનો પણ આવો જ  એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ઈન્ટરનેશનલ ચેટ શોમાં ભારતીય સંસ્કૃતિ અને તેની મજાક ઉડાવનારા લોકોની બોલતી બંધ કરતી જોવા મળી રહી છે. એશ્વર્યા રાયના આ ઈન્ટરવ્યુને જોઈને તમને તેના પર ગર્વ જરૂર થશે. ડેવિડ લેટરમેનના આ ચેટ શોમાં એશ્વર્યા વર્ષો પહેલા જોવા મળી હતી. આ શોમાં તેની કેરિયર અને પર્સનલ લાઈફ અંગે અનેક સવાલ  પૂછાયા હતાં અને ત્યારબાદ એશ્વર્યાની સામે એક એવો સવાલ પણ આવ્યો જેના પર તેણે જડબાતોડ જવાબ આપીને  બધાને ચોંકાવી દીધા. 

વાત જાણે એમ હતી કે ડેવિડ લેટરમેને એશ્વર્યા રાય બચ્ચનને પૂછ્યું કે શું એ સાચુ છે કે તમે પણ તમારા માતા પિતા સાથે રહો છો? એશ્વર્યાએ હા કહીને તે સવાલનો જવાબ આપ્યો. ત્યારબાદ બીજો સવાલ ડેવિડ લેટરમેને કટાક્ષ કરતા પૂછ્યો કે શું મોટા થયા બાદ પણ ભારતમાં માતા પિતા સાથે રહેવું એ સામાન્ય વાત છે? આ સવાલના જવાબ પર ત્યાં હાજર લોકો હસવા  લાગ્યા હતાં અને તાળીઓ પાડવા લાગ્યા હતાં. લેટરમેનનો આ સવાલ જોતા એવું લાગતું હતું કે તેઓ ભારતીય સંસ્કૃતિ અને એશ્વર્યાની મજાક ઉડાવી રહ્યા હતાં. એશ્વર્યાએ પણ ફટાક દઈને સોલિડ જવાબ આપીને લેટરમેનની બોલતી બંધ કરી દીધી. એશ્વર્યાએ કહ્યું કે અમારે અમારા માતા પિતાની સાથે ડીનર કરવા માટે તેમની એપોઈન્ટમેન્ટ લેવાની જરૂર પડતી નથી. એશ્વર્યાના આ જવાબથી બધા એકદમ ચૂપ થઈ ગયાં હતાં. 

A post shared by Glamour Update (@glamourupdate) on

અત્રે જણાવવાનું કે એશ્વર્યા લાંબા સમયથી કોઈ પણ ફિલ્મમાં જોવા મળી નથી. વર્ષ 2018માં તેમની ફિલ્મ ફન્ને ખાન રિલીઝ થઈ હતી. જો કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કઈ ખાસ ઉકાળી શકી નહતી. એશ્વર્યાનું હાલ ધ્યાન પુત્રી આરાધ્યા બચ્ચન પર અને પરિવાર પર છે. એવા અહેવાલો છે કે એશ્વર્યા અનુરાગ કશ્યપની ફિલ્મ ગુલાબ જામુનમાં જોવા મળશે. આ ઉપરાંત મણિરત્નમની ફિલ્મમાં પણ તેનો દમદાર રોલ જોવા મળી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news