Gujarat health department News

Dy.CM નીતિન પટેલે કહ્યું કોરોના ફરી એકવાર કાબુમાં, 50 ટકાથી વધારે બેડ ખાલી
શહેરમાં આજે નગરપાલિકાના એક કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં કોરોનાના સંક્રમણને લઈને મોટું નિવેદન સામે આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ ખાસ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં કોરોનાના કેસમાં હાલ મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. દિવાળીના તહેવારમાં લોકોએ જે બેદરકારી દાખવી હતી તે દિવાળીના તહેવાર બાદ કોરોનાની સ્થિતિમાં વધારો થયો હતો. ત્યાર બાદ સતત કોરોનાના કેસ વધ્યા હતા. સરકાર દ્વારા હોસ્પિટલમાં બેડ વધારવાની તજવીજ કરવી પડી હતી. હવે સ્થિતિ બદલાઈ છે. આજે સમગ્ર ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. હોસ્પિટલમાં બેડ ભલે વધાર્યા હોય પરંતુ હાલમાં સમગ્ર ગુજરાતમાં 50 % બેડ ખાલી પડ્યાં છે. કોરોનાની અસર ઘટી છે અને કેસ પણ ઘટી રહ્યા છે. બેડ પણ જેસેથેની સ્થિતિમાં હાલમાં મુકવામાં આવ્યા છે. હવે વધુ બેડની જરૂર નહીં સર્જાય.
Dec 12,2020, 20:09 PM IST
Breaking: ગુજરાત કોરોનાનો રાફડો ફાટ્યો, નવા 92 કેસ સાથે આંકડો 1000ને પાર 
Apr 17,2020, 11:24 AM IST

Trending news