કોરોનાના ફફડાટ વચ્ચે વેક્સિનની બુમરાડ, રાજ્ય સરકારનો મોટો ખુલાસો

ચીન સહિત અન્ય દેશોમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ભારત તથા ગુજરાત સરકાર પણ સક્રિય થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના ફરી ખતરો ઉભો ન કરે તે માટે સરકાર અત્યારથી તૈયારી કરી રહી છે. આ વચ્ચે કોરોનાનો ખતરો જોતા છેલ્લા એક સપ્તાહમાં વેક્સીન લેવા માટે લોકોની સંખ્યા વધી છે. 

કોરોનાના ફફડાટ વચ્ચે વેક્સિનની બુમરાડ, રાજ્ય સરકારનો મોટો ખુલાસો

અમદાવાદઃ Corona Vaccine: વિશ્વભરમાં કોરોનાએ ફરીવાર દહેશત ફેલાવતાં હવે લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે દોડાદોડ કરી રહ્યાં છે. અમદાવાદમાં જ દૈનિક એક હજારથી વધુની સંખ્યામાં બુસ્ટર ડોઝ લેવાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોના વેક્સિનના ડોઝ ન મળતા હોવાની બુમરાણ વચ્ચે સરકારે આજે મોટો ખુલાસો કર્યો છે. અમદાવાદના ઘણા આરોગ્ય કેન્દ્રના લોકો ધક્કા ખાઈ રહ્યાં છે. હવે કોરોનાની વેક્સિન માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે 12 લાખ નવા ડોઝની માગણી કરી છે. કેટલાક રાજ્યોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે. કેન્દ્રએ રાજ્ય સરકારોને નવી એડવાઈઝરી પણ આપી દીધી છે. આજે સમગ્ર દેશમાં સરકાર કોરોનાની સામે લડવા તમામ તૈયારીઓની મોકડ્રિલ યોજાઈ રહી છે ત્યારે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ ઓક્સિજનની મોકડ્રીલમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

આજે આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. સૌથી મોટી બુમરાણ રાજ્યમાં વેક્સિનની અછત મામલે હોવાથી આ અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે વેક્સિનનો નવો જથ્થો માંગ્યો છે. 12 લાખ જેટલા વેક્સિનના ડોઝ મંગાવી લેવાયા છે. સરકાર દ્વારા ફરીવાર પ્રિકોશન ડોઝની ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજયમાં વેક્સિનનો જથ્થો ઓછી સંખ્યામાં બગડ્યો છે. સામાન્ય રીતે કહીએ તો પુરેપુરા જથ્થાનો રાજ્યમાં વપરાશ કરવામાં આવ્યો છે. વેક્સિનના જથ્થાને એક્સપાયરી પહેલાં જ જ્યાં જરૂર હોય ત્યાં મોકલી દેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે કોવિશિલ્ડ અને કોવેક્સિન વેક્સિનનો જથ્થો મંગાવ્યો છે. આ અગાઉ રસી લેવા આવનારી વ્યક્તિઓની સંખ્યા નહિવત્ થઇ હોવાથી નવા ડોઝ મંગાવવાનું ઓછું કરાયું હતું. પરંતુ હવે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે વેક્સિનનો નવો સ્ટોક માંગ્યો છે. આ ઉપરાંત 12થી 14 વર્ષના અને 14 વર્ષથી 18 વર્ષની વયજૂથના બાળકોમાં રસી લેવા માટેનો ઉત્સાહ થોડો ઠંડો પડ્યો હતો તે પણ હવે ફરી શરૂ થયો છે. જેમને પહેલો અથવા બીજો ડોઝ બાકી છે તેવા બાળકો પણ હાલ રસી લેવા આવી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકારે વધુ એક રાજ્યવ્યાપી નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલી કોવિડ પ્રમાણે હવે અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં માસ્ક ફરજિયાત કરવામાં આવશે. અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને અપાઈ કડક સૂચના આપવામાં આવી છે જેમા રાજ્યની 32 હજાર પ્રા.શાળાઓ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરાશે. માહિતી મુજબ અત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. આ સાથે જિલ્લાવાર શિક્ષણાધિકારી કોવીડ ગાઇડ લાઇનની અમલવારી માટે પરિપત્ર કરશે. જેમાં હવે માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડીસ્ટન્સનુ પાલન કરાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news