ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, નવા 92 કેસ સાથે આંકડો 1000ને પાર

ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધઓી રહ્યાં છે. એમાં પણ ગઈ કાલે એટલે કે 16મી એપ્રિલે તો વિક્રમજનક કેસોનો વધારો નોંધાયો. ગુજરાતમાં ગઈ કાલે 163 કેસ નવા નોંધાયા હતાં. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ આજે રાજ્યમાં કોરોનાના નવા કેસો અને જિલ્લાવાર કોરોનાના કેસો અંગે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે ગઈ કાલ સાંજ બાદ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 92 કેસ નવા નોંધાયા છે. જ્યારે બે વ્યક્તિના મોત થયા છે. નવા 92 કેસમાંથી સૌથી વધુ 45 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા 1021 થઈ છે. 

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, નવા 92 કેસ સાથે આંકડો 1000ને પાર

હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધઓી રહ્યાં છે. એમાં પણ ગઈ કાલે એટલે કે 16મી એપ્રિલે તો વિક્રમજનક કેસોનો વધારો નોંધાયો. ગુજરાતમાં ગઈ કાલે 163 કેસ નવા નોંધાયા હતાં. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ આજે રાજ્યમાં કોરોનાના નવા કેસો અને જિલ્લાવાર કોરોનાના કેસો અંગે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે ગઈ કાલ સાંજ બાદ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 92 કેસ નવા નોંધાયા છે. જ્યારે બે વ્યક્તિના મોત થયા છે. નવા 92 કેસમાંથી સૌથી વધુ 45 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં પોઝિટિવ કેસની સંખ્યા 1021 થઈ છે. 

Image

કયા જિલ્લામાં કેટલા કેસ?
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું કે  નવા જે 92 કેસ નોંધાયા છે તેમાંથી 45 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 14, વડોદરામાં 9, આણંદ જિલ્લામાં એક, ભરૂચમાં 8 નવા કેસ, બોટાદમાં 3, છોટાઉદેપુરમાં એક દાહોદમાં એક, ખેડામાં એક અને પંચમહાલમાં બે કેસ નોંધાયા છે. ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 1021 પર પહોંચ્યો છે. કુલ 74 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે આઠ લોકો હાલ વેન્ટિલેટર પર છે. કુલ 1608 લેબોરેટરી ટેસ્ટ હાથ ધરાયા. 

જુઓ LIVE TV

નવા કેસ ક્યાં ક્યાં નોંધાયા
જયંતી રવિના જણાવ્યાં મુજબ નવા કેસ અમદાવાદના કાલુપુર, ખમાસા, રાયખડ, વટવા, ચાંદખેડા, વેજલપુર, દરિયાપુર, ખાનપુર અને નિકોલમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં સરથાણા રાંદેર વરાછા અને ઉધના, જ્યારે વડોદરામાં નાગરવાડા અને સલાતવાડા, ખેડામાં નડિયાદમાં ,જ્યારે આણંદના ઉમરેઠમાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news