Development model News

ગુજરાતનું વિકાસ મોડેલ છેક કેરળ સુધી પહોંચ્યું, ચીફ સેક્રેટરી કામગીરી નિહાળવા ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં કાર્યરત સી.એમ-ડેશબોર્ડની કાર્યપદ્ધતિના અભ્યાસ માટે કેરાલાના ચીફ સેક્રેટરીએ લીધી સી.એમ-ડેશબોર્ડની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથે સૌજ્ન્ય બેઠક યોજી હતી. સી.એમ-ડેશબોર્ડ એવી સુગ્રથિત અને સર્વગ્રાહી વ્યવસ્થા છે. જેનાથી સામાન્ય નાગરિક-છેવાડાના માનવી સુધી પહોચતી સરકારી યોજના-લાભોનું રિયલ ટાઇમ મોનિટરીંગ થઇ શકે છે તેવું કેરાલાના મુખ્ય સચિવે જણાવ્યું હતું. આ ડેશબોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સી.એમ-ડેશબોર્ડની કાર્યપ્રણાલિ નિહાળવા આપેલા સૂઝાવને પગલે કેરાલાના મુખ્ય સચિવે વરિષ્ઠ અધિકારીઓ સાથે ડેશબોર્ડની તલસ્પર્શી માહિતી મેળવી હતી. 
Apr 28,2022, 20:21 PM IST

Trending news