Cumin crop News

બનાસકાંઠામાં તીડના આક્રમણથી જીરૂના પાકનો સફાયો
બનાસકાંઠાના વાવ પંથકમાં રાજસ્થાન તરફથી મોટી સંખ્યામાં તીડોએ આક્રમણ કર્યું છે. બનાસકાંઠાના વાવ પંથકમાં રાજસ્થાન તરફથી તીડે આક્રમણ કરતાં ખેડૂતોના ખેતરમાં ઉભેલો પાક નષ્ટ થઈ ગયો છે. તીડોના ઝુંડોએ વાવના 10 થી વધારે ગામોમાં ધામા નાખીને ખેડૂતોના પાકનો સફાયો કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તો બીજી તરફ, કારેલી ગામમાં જીરાના પાકનું વાવેતર કરતા ખેડૂતોનો જીરાનો પાક સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. ત્યારે મુશ્કેલીમાં મૂકાયેલા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યાં છે. રાજ્યના કૃષિ મંત્રીએ પણ ગઈકાલે આ વિસ્તારની મુલાકાત લઈને ખેડૂતોના નુકશાનનો તાગ મેળવીને તેમને હૈયાધારણ આપી છે.
Dec 16,2019, 16:35 PM IST

Trending news