Collect rs 5 News

PANCHMAHAL: પાંચ હજારની ઉઘરાણી માટે મોહમ્મદ હનીફે પોતાના જ મિત્રની હત્યા કરી નાખી
જિલ્લાના મુખ્ય મથક ગોધરા નજીક આવેલ બેટીયા સામલીના જંગલમાં મુસ્લિમ યુવકની ખાતે ચાર દિવસ પહેલા થયેલ ઘાતકી હત્યાનો ભેદ ઉકેલવામાં ગોધરા એલસીબી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ચકચારી હત્યાકાંડનો ભેદ ઉકેલાતા જે તથ્યો સામે આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા છે. આખરે શું હકીકત હતી. ગોધરા શહેરના હયાતની વાડી વિસ્તારમાં રહેતાં ૩૩ વર્ષીય મોહંમદ હનીફ દસ્તગીર બદામ શુક્રવારે સાંજે પોતાના ઘરેથી બાઈક લઈ નીકળ્યો હતો. દરમિયાન મોડી રાત સુધી ઘરે નહિં પહોંચતા તેના સ્વજનો ચિંતિત બન્યા હતા અને શોધખોળ આદરી હતી. દરમિયાન બીજી તરફ પેટ્રોલીંગ પોલીસને દરૂણીયા પાસેથી એક બિન વારસી હાલતમાં બાઈક મળી આવી હતી. જે પોલીસે બી ડીવીઝન પોલીસ મથકે લઈ જઈ મૂકી હતી. દરમિયાન મોહમદના સ્વજનો શોધખોળ કરતાં કરતાં પોલીસ મથકે ગયા હતા. એ વેળાએ પોલીસે એક બાઈક બિનવારસી હાલતમાં મળી આવી હોવાની જાણકારી આપતાં જ સ્વજનો બાઈક મોહંમદની જ હોવાનું જણાય આવ્યું હતું. જેથી સ્વજનોએ ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી હતી. 
Oct 5,2021, 21:20 PM IST

Trending news