Chaniya choli News

આ નવરાત્રીમાં પહેરો ટ્રેડિશનલ ગુજરાતી સ્કર્ટ, ગરબામાં પહેલું ઈનામ પક્કું સમજો!
નવી દિલ્લીઃ નવરાત્રિએ એટલે આદ્યશક્તિની આરાધનાની સાથો-સાથ યુવાઓની ઉમંગ અને ઉત્સાહનો તહેવાર. નવરાત્રિ એટલે નવ દિવસ ગરબે ઘુમવાનો તહેવાર. નવરાત્રિ એટલે, આપણાં પરંપરાગત પરિધાનને ધારણ કરીને આપણાં લોકનૃત્ય એવા રાસ ગરબાનો વ્યાપ વધારવાનો પર્વ. નવરાત્રિ એટલે પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈને ગરબે ઘુમવાનો પર્વ. નવરાત્રી હવે બહુ નજીક છે. એટલે જ મહિલાઓ અત્યારે શોપિંગમાં વ્યસ્ત છે. કોઈપણ ખાસ પ્રસંગે મોટાભાગની મહિલાઓ ટ્રેશિનલ લુક પસંદ કરતી હોય છે. આ નવરાત્રી પર જો તમે અલગ દેખાવા ઈચ્છતા હોવ તો, આ ગુજરાતી સ્કર્ટ તમારા વૉર્ડરોબમાં ચોક્કસથી હોવો જોઈએ. સૌથી સારી વાત તો એ છે કે, તમને અત્યારે બજારમાં ઘણી અલગ-અલગ ડિઝાઇનના સ્કર્ટ મળી રહેશે. સ્કર્ટની સૌથી સુંદર ડિઝાઇન્સ આ તસવીરોમાં જુઓ...
Sep 26,2022, 9:54 AM IST

Trending news