Bhuj seized 12 kg of charas News

ગુજરાત બની રહ્યું છે નશાખોરીનું હબ? કચ્છમાંથી 12 કિલો ચરસ ઝડપાતા ચકચાર
પશ્ચિમ કચ્છ એસઓજીએ ભુજ અને અબડાસાના સુથરીમાં દરોડા પાડી બે શખ્સોને ૧૮.૨૨ લાખની કિંમતના ૧૨ કિલો ચરસ સાથે ઝડપી પાડ્યાં છે. દરિયામાં તણાઈને આવેલા પેકેટનું વેચાણ કરવામાં આવતું હતું તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અબડાસાના ભાચુંડા વાડી વિસ્તારમાં રહેતો મામદ હુસેન સમા નામનો શખ્સ ભુજના એરપોર્ટ રીંગ રોડ પર ખારી નદી ચાર રસ્તા પાસે ચરસનો જથ્થો વેચવાની તજવીજમાં છે. તેવી બાતમીના આધારે એસઓજીની ટીમે સ્થળ પર ધસી જઈ મામદ સમાને દબોચી લીધો હતો. મામદના કબ્જામાંથી એસઓજીએ ૭ લાખ ૨૭ હજાર ૫૦૦ રૂપિયાની કિંમતનું ૪ કિલો ૮૫૦ ગ્રામ ચરસ કબ્જે કર્યું હતું. મામદ પાસે રહેલી બાઈક, મોબાઈલ ફોન પણ કબ્જે કરાયાં હતા. 
Nov 30,2021, 21:13 PM IST

Trending news