Karnataka માં રેલ અકસ્માત, ભેખડો ધસી પડવાના કારણે ટ્રેનના 5 ડબ્બા ખડી પડ્યા

કર્ણાટકમાં મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે. કન્નુર બેંગ્લુરુ એક્સપ્રેસના પાંચ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે.

Karnataka માં રેલ અકસ્માત, ભેખડો ધસી પડવાના કારણે ટ્રેનના 5 ડબ્બા ખડી પડ્યા

બેંગ્લુરુ: કર્ણાટકમાં મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે. કન્નુર બેંગ્લુરુ એક્સપ્રેસના પાંચ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત ટોપપુરુ-સિવડી વચ્ચે થયો. કહેવાય છે કે ભેખડો ધસી પડવાના કારણે ટ્રેનના પાંચ ડબ્બા ખડી પડ્યા. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાાચાર નથી. 

સાઉથ વેસ્ટર્ન રેલવેના જણાવ્યાં મુજબ અકસ્માત શુક્રવારે સવારે લગભગ 3.50 વાગે થયો. ટોપપુરુ-સિવડી વચ્ચે પહાડ પરથી ભેખડો ધસી પડી જેના કારણે કન્નુર બેંગ્લુરુ એક્સપ્રેસના 5 ડબ્બા ખડી પડ્યા. રેલવે પાસેથી મળેલી માહિતી મુજબ આ ટ્રેનમાં કુલ 2348 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં કોઈ જાન માલ હાનિના સમાચાર નથી. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે. 

મળતી માહિતી મુજબ રેલવેના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પાટાની મરામ્મતનું કામ શરૂ કરી દીધુ છે. આ રૂટ પર આવતી ટ્રેનોને હાલ રોકવામાં આવી છે અથવા ડાયવર્ટ કરાઈ છે. જેથી કરીને મુસાફરોને અસુવિધા ન પડે. પાટાનું કામ ઠીક કરીને ગાડી આગળ રવાના કરાશે. હાલ આ કામમાં કેટલો સમય લાગશે તે કહી શકાય તેમ નથી. 

(Photo source: SWR) pic.twitter.com/Yq9hhxIkQo

— ANI (@ANI) November 12, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news