Babu bokhiriya News

પોરબંદરમાં લાંબા સમયથી બંધ ફ્લાઇટ સર્વિસ ફરી એકવાર શરૂ થતા હાશકારો
કોરોનાને કારણે બે વર્ષ કરતાં વધુ સમય સુધી બંધ રહેલ પોરબંદર-મુંબઈ-પોરબંદર ફ્લાઈટ સેવા કોરોનાનો ખતરો ઓછો થતા લાંબા સમય બાદ ફરી એક વખત આજથી કાર્યરત થઈ છે. કુષ્ણ સખા સુદામા અને ગાંધીજીની જન્મભૂમી કીર્તિ મંદિર સહિતની મુલાકાતે દરરોજ દેશ વિદેશથી પ્રવાસીઓ પોરબંદરની મુલાકાત લેતા હોય છે. પોરબંદર જિલ્લાનો ઘણો મોટો વર્ગ વિદેશમાં વસવાટ કરતો હોવાથી મોટી સંખ્યામાં એનઆરઆઈ લોકો પણ ફ્લાઈટ વડે મુંબથી-પોરબંદર આવતા હોય છે. કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી પોરબંદર-મુંબઈ વચ્ચે બંધ રહેલ સ્પાઈસ જેટની ફ્લાઈટ ફરી એક વખત આજથી કાર્યરત થઈ છે.પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સહિતના ભાજપના આગેવાનોએ ફ્લાઇટને ફ્લેગ ઓફ કરી વિદાય આપી હતી.
Mar 27,2022, 20:31 PM IST

Trending news