Amidst News

ગુજરાતમાં પાણીનો પોકાર: તંત્રના સબ સલામતના દાવાઓ વચ્ચે અહીં પાણી માટે વલખે છે લોકો
જિલ્લાના કડાણા ડેમ વિસ્તારમાં કરોડોના ખર્ચે જૂથ પાણી પુરવઠા યોજના કડાણા અને સંતરામપુર તાલુકાના 134 ગામોને પાણી પૂરું પાડવાની આશીર્વાદ સમાન યોજના હોવા છતાં મોટા ભાગના ગામોને પીવાનું પાણી નથી મળી રહ્યું. જેના કારણે પાણી લેવા દૂર દૂર સુધી રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. કડાણા ડેમનું પાણી કેનાલ મારફતે નવ જિલ્લાઓને પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ કડાણા ડેમના નજીકના ગામોને જ પાણી ન મળતા દિવા તળે અંધારા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. કડાણા ડેમ વિસ્તારમાં સરકાર દ્વારા 134 ગામ લોકોને પાણી મળી રહે તે હેતુથી કરોડો રૂપિયાનો ખર્ચ કરી કડાણા જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે, પરંતુ કડાણા ડેમ વિસ્તારના લોકોને જ પાણી ન મળતા -દૂર દૂર કિલોમીટરો સુધી પાણી લેવા જવાનો વારો આવ્યો છે. 
Apr 27,2022, 18:36 PM IST
માઠા સમાચાર! આ દિવસે ચોમાસું જશે તેવી વાતો વચ્ચે સૌરાષ્ટ્રમાં ફરી મેઘરાજાની ધમાકેદાર
Oct 3,2021, 23:54 PM IST
Sabarkatha: જાનૈયા કરતા વધારે પોલીસ, બંદોબસ્ત વચ્ચે જાન કાઢવાની આ પરિવારને કેમ જરૂર
વડાલીના ભજપુરામાં અનુસુચિત જાતિના પરિવારનો વરઘોડો ગામમાં પોલીસ પહેરામાં નીકળેલો વરઘોડો શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો વરઘોડો. સાબરકાંઠા જિલ્લામાં અગાઉ અનુસૂચિત જાતિ પરિવારમાં લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન બે સમાજો વચ્ચે ઘર્ષણ થવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે વડાલીના ભજપુરા ગામમાં વસતા અનુસૂચિત જાતી પરિવારમાં લગ્ન પ્રસંગ યોજવા જઈ રહ્યો હતો. જેમાં પરિવાર દ્વારા વરઘોડો  ગામના ચોકમાં નિકાળવાનું નક્કી કર્યું હતું, પરંતુ ગામમા વસતા અન્ય સમજો દ્વારા વિરોધ થવાની શક્યતાઓને લઇ પરિવાર દ્વારા સરકાર અને પોલીસ સમક્ષ રક્ષણની માંગ કરાઈ હતી. ત્યારે સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પરિવારના લગ્ન પ્રસંગ દરમિયાન ત્રણ કલાક માટે નીકળનાર વરઘોડો પોલીસ પહેરા આપ્યો હતો. ગામમાં પોલીસના પહેરા સાથે શાંતિ પૂર્ણ માહોલમાં લગ્નનો વરઘોડો પૂર્ણ થયો હતો.
Mar 7,2021, 0:10 AM IST
કોરોના વોરિયર્સ: કેડસમા પાણી વચ્ચે PPE કીટ પહેરી કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમવિધિ
નદીનું જળ સ્તર વધતાની સાથે જ મુશ્કેલીઓમાં પણ વધારો થવા લાગ્યો છે. અંકલેશ્વર તરફના છેડે આવેલા ગુજરાતના સૌપ્રથમ સ્પેશ્યલ કોવિડ સ્મશાન સુધી પહોંચી ચુક્યા છે. જેથી નર્મદા નદીના ધસમસતા પ્રવાહ સામે વરસતા વરસાદ વચ્ચે કોરોનાગ્રસ્ત મૃતકની અંતિમવિધિ કરવાની ફરજ પડી હતી. આટલા વરસાદ અને પુર વચ્ચે પણ કોરોના વોરિયર્સે કોરોનાગ્રસ્ત મૃતકનો મલાજો જાળવ્યો હતો. કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે વહેતા પાણીમાં પણ કામગીરી કરી હતી. નર્મદા ડેમમાંથી 9 લાખ ક્યુસેક પાણી છોડતા નદી તેની ભયજનક 24 ફૂટની સપાટીથી 5 ફુટ પર વહી રહ્યું છે. ત્યારે નર્મદા નદીના પાણી કોવિડ સ્મશાનની એકદમ નજીક પહોંચી ગયું છે.
Aug 30,2020, 23:00 PM IST

Trending news