Accident reasons News

Rishabh Pant: ઋષભ પંતની કારમાં કેમ લાગી હતી આગ? સામે આવ્યું મોટું કારણ
ઉત્તરાખંડના નારસન બોર્ડર પાસે સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કાર અકસ્માતના મામલામાં ચર્ચાનું બજાર ગરમાયું છે. ઘણા લોકો આ માટે વધુ પડતી ઓવર સ્પીડિંગનું કારણ જણાવી રહ્યા છે. ઋષભ પંતે પોતે ઊંઘની ઝબકીને કારણે અકસ્માત થયાનું જણાવ્યું છે. આ કેસમાં પોલીસનું એમ પણ કહેવું છે કે ઓવરસ્પીડિંગને લઈને હજુ સુધી પુરાવા કે પ્રત્યક્ષદર્શી મળ્યા નથી. સોશિયલ મીડિયા પર ફરતી વીડિયો ક્લિપિંગ્સના આધારે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે રિષભ ખૂબ જ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. આ વાતની સત્તાવાર પુષ્ટિ કોઈ કરી રહ્યું નથી. હરિદ્વારના એસએસપી અજય સિંહે કહ્યું છે કે પ્રાથમિક તપાસમાં આવી કોઈ હકીકત સામે આવી નથી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ઋષભની ઉંઘની ઝબકીને કારણે આ અકસ્માત થયો હતો. 
Dec 31,2022, 17:13 PM IST

Trending news