નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નવુ મંત્રીમંડળ કેવુ હશે તે હવે સામે આવી ગયુ છે. 27 જેટલા મંત્રીઓ આજે શપથ લેશે, જેમાં 80 ટકા મંત્રીઓના નામ સામે આવી ગયા છે. નવી કેબિનેટના જે નામ સામે આવ્યા છે, તેના પરથી કહી શકાય કે, ઝોન-જ્ઞાતિ પરિબળનું સંતુલન રાખતું નવોદિત મંત્રીમંડળ છે. નવા મંત્રી મંડળમાં ગુજરાતના લગભગ દરેક ઝોનને આવરી લેવામા આવ્યા છે. સાથે જ આ નામોની પસંદગીમાં જ્ઞાતિઓના સમીકરણને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ, સૌરાષ્ટ્ર કડવા પટેલ, ઉત્તર ગુજરાત કડવા પટેલ, સૌરાષ્ટ્ર કોળી, દક્ષિણ ગુજરાત કોળી પટેલ, સૌરાષ્ટ્ર ક્ષત્રિય, ઓબીસી ક્ષત્રિય, બ્રાહ્મણ, આદિવાસી જ્ઞાતિઓના ધારાસભ્યોને આવરી લેવામાં આવ્યા છે. તો સાથે જ એન્ટી ઈન્કમબન્સી ખાળવા માટે કોરી પાટી ધરાવતા નવોદિતોને મેદાનમાં ઉતારાયા છે.
Sep 16,2021, 11:58 AM IST