हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
9 June news
9 june news News
PGVCL
PGVCLની પ્રિમોન્સૂન કામગીરી મજાક બની, પહેલા વરસાદથી સૌરાષ્ટ્રમાં વીજળી ગુલ થયાની 770
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદના પગલે PGVCL માં વીજળી ગુલ થવા તેમજ વિજપોલ ધરાશાઈ થવાની ફરિયાદો ઢગલાબંધ ફરિયાદો પ્રાપ્ત થઈ છે. માત્ર છુટા છવાયા વરસાદથી મેઘરાજાએ PGVCL તંત્રની પ્રિમોનસૂન કામગીરીને મજાક બનાવી દીધી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1158 ફરિયાદ, જ્યારે કે સૌરાષ્ટ્રભરમાં 7 હજાર 700 થી વધારે ફરિયાદ વીજળી ગુલ થયાની ફરિયાદ મળી છે. જો કે તંત્ર હજુ પણ સબ સલામતના જ બણગાં ફૂંકી રહ્યું છે.
Jun 9,2020, 15:39 PM IST
Standard 10 result
ધોરણ-10ની પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થતા મોરબીની વિદ્યાર્થીનીનો આપઘાત
આજે ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી નજીકના પીપળીયા ગામે રહેતા શ્રમજીવી પરિવારની દીકરીએ પણ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી અને ભવિષ્યમાં તેને અધિકારી બનવાની ઇચ્છા રાખી હતી. જોકે આ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાના પરિણામમાં એક વિષયમાં નાપાસ થઇ હોવાથી હતાશ થઈને તેણે ગળે ફાંસો ખાઈને પોતાના ઘરની અંદર જ આપઘાત કર્યો છે. જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Jun 9,2020, 14:56 PM IST
અમદાવાદ
ચાની કીટલી પર કામ કરતા યુવકે બદલો લેવા મિત્રના નામે ખંડણીનો પત્ર લખ્યો, અને પછી...
અમદાવાદના એક વેપારીને નક્સલીઓના નામે ધમકી મળી અને સાથે જ પરિવારની મહિલાઓ પર રેપ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો. આરોપીએ પત્રમા જણાવ્યું હતું કે, જો વેપારી પોલીસને જણાવશે તો તેને મારી નાખશે. આમ, વેપારી પાસેથી 20 લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. પત્ર વાંચી વેપારીના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી અને તેણે તાત્કાલિક સેટેલાઇટ પોલીસનો સંપર્ક કર્યો હતો. વેપારીના નામે આવેલી આ ચિઠ્ઠી જોઈને પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારે બોપલ ખાતે ચાની કીટલી ધરાવતા અનુપ જગભીયેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અનુપ મૂળ નાગપુરનો રહેવાસી છે અને અગાઉ નોકરી કરતો હતો ત્યારે સાથી કર્મી સાથે માથાકૂટ થતા તેનો બદલો લઈને ફસાવવા આ હરકત કરી હોવાનું સામે આવ્યું છે.
Jun 9,2020, 14:14 PM IST
વેવાઈ વેવાણનુ ઈલુઈલુ
ગુજરાતમાં ફરી વેવાઈ-વેવાણનું ઈલુઈલુ ચગ્યું, સાબરકાંઠામાં વેવાઈ-વેવાણની એકસાથે આત્મહત
ગુજરાતમાં ફરીથી વેવાઈ વેવાણનું પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. નવસારીના વેવાઈ-વેવાણનું પ્રેમ પ્રકરણ આખા દેશમાં ગાજ્યું હતું, ત્યાં હવે સાબરકાંઠાના વેવાઈ-વેવાણના પ્રેમનો કિસ્સો સામે આવ્યો છે. જોકે, સાબરકાંઠામાં વેવાઈ અને વેવાણની એકસાથે આત્મહત્યાનો બનાવ બન્યો છે. ખેડબ્રહ્માના દિધીયા ગામે વેવાઈ અને વેવાણે આત્મહત્યા કરી છે. વડાલીના થેરાસણા ગામના વેવાઈ અને વેવાણ દિધીયા ગામમાં મજૂરી કામ કરતા હતા. ગામની સીમમાં લીમડાના ઝાડથી લટકીને બંનેએ આત્મહત્યા કરી છે. બંનેએ પ્રેમ પ્રકરણમાં કરી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે, ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખેડબ્રહ્મા સિવિલમાં ખસેડાયા છે. ખેડબ્રહ્મા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
Jun 9,2020, 13:10 PM IST
gujarat congress
વિપક્ષનો આરોપ, ગુજરાત સરકારે લોકોને ભગવાન ભરોસે છોડ્યા
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાને લઈને સ્થિતિ બગડી રહી છે. જ્યાં રિકવર રેટ વધુ છે, ત્યાં કોરોનાના આંકડા પણ સતત વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના કેસ પર અંકુશ નથી. આવામાં વિપક્ષે ગુજરાત સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસે ગુજરાત સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, દેશ અને વિશ્વમાં કોરોનાને કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં બેકાબૂ બની છે. તો સરકારે હાથ ખંખેરી લીધા છે. ગુજરાતમાં 20 હજાર કરતાં વધારે કેસ અને ૧૨૦૦ કરતાં વધારે મોત ચિંતાનો વિષય છે. અમદાવાદમાં ૧૦૦૦ કરતાં વધારે એટલે કે ૮૫ ટકા મોત છે. WHO એ જાન્યુઆરી માસમાં સરકારને ચેતવી હતી. કેન્દ્ર સરકારે રાજ્યસરકારને પણ ચેતવી હતી. જાન્યુઆરીથી જુન સુધી સરકારે શુ તૈયારી કરી એ જનતા જાણવા માંગે છે. અમદાવાદમાં ટેસ્ટ ઓછા હતા અને વિજય નહેરાએ ટેસ્ટ વધાર્યા. જોકે તેમને પણ સરકારના દબાણ હેઠળ ટેસ્ટ ઓછા કરાયા છે. ટ્રમ્પ પણ કહે છે કે જો ભારતમાં પણ ટેસ્ટ વધારવામાં આવે તો આંકડો અમેરિકાથી આગળ નીકળી જાય. સૌથી વધારે મૃત્યુ દર 6.26 ટકા ગુજરાતમાં છે અને કેમ ગુજરાતમાં મૃત્યુદર વધારે છે તે સવાલ ગુજરાતની જનતા પૂછે છે. ગુજરાત સરકારે પ્રજાની ચિંતા ન કરી, પણ હાઇકોર્ટ દરકાર કરી સરકારને આડે હાથ લીધી. કોરોના મુદ્દે સરકાર શુ છુપાવે છે તે તાત્કાલિક જાહેર કરે. ગુજરાતની જનતાને મરવા માટે ભગવાન ભરોસે છોડી દીધી છે તો આટલા મોટા લોકડાઉનની શુ જરૂર હતી.
Jun 9,2020, 12:43 PM IST
Coronavirus
ગુજરાતમાં IAS અધિકારી કોરોના સંક્રમિત, હરીત શુક્લાનો રિપોર્ટ પોઝિટિવ
ગુજરાતમાં પોલીસ કર્મચારીઓ, તબીબો અને નર્સ બાદ હવે સકરારી અધિકારીઓ પણ કોરોના (Coronavirus) ની ઝપેટમાં આવી રહ્યાં છે. ગુજરાતમાં આઈએએસ અધિકારી કોરોનાથી સંક્રમિત થયા હોય તેવી પહેલી ઘટના બની છે. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની ટીમના આઈએએસ ઓફિસર હરીત શુક્લાનો 29 તારીખે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, હરીત શુક્લા હાલ સ્વસ્થ છે. તેઓ પોતાના નિવાસસ્થાને હાલ ક્વોરેન્ટન્ટાઈન હેઠળ છે. રાજ્યમા પ્રથમ આઈએએસ અધિકારી સંક્રમિત થયા છે.
Jun 9,2020, 13:05 PM IST
Surat Fire
સુરત : 6 મહિનામાં બીજીવાર રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં લાગી આગ, બે માળ આગની જ્વાળામા
સુરતના સારોલી રોડ પર આવેલી અને છેલ્લા કેટલાક માસથી બંધ પડેલી ટેક્સટાઈલ માર્કેટમાં ફરી એક વખત આગ (surat fire) ની ઘટના બનતાં સુરત ફાયર વિભાગનો મોટો કાફલો દોડતો થઇ ગયો હતો. મોડી રાત્રિ દરમ્યાન આગનો કોલ મળતા સુરત ફાયર વિભાગની 18 જેટલી ગાડીઓ ઉપરાંત ફાયરના જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગની ઘટનાને પગલે પાલિકાના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
Jun 9,2020, 10:42 AM IST
અમદાવાદ પોલીસ
કોરોનાથી પોલીસકર્મી 2 ભાઈના મોત, એકસાથે 2 મોભી ગુમાવતા પરિવાર પર આભ તૂટ્યું
કોરોના મહામારીમાં અનેક પોલીસ કર્મીઓ દેશ માટે ભલે ફ્રન્ટલાઈન વોરિયર ગણાતા હોય, પરંતુ કોરોનાની જવાબદારી વચ્ચે આ પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારમાં મોભીની જવાબદારી સુનિશ્ચત રીતે અદા કરે છે. ત્યારે અમદાવાદમાં સોમવારે ફરી એક પોલીસકર્મીએ કોરોના મહામારી સામે લડતા લડતા પોતાનો જીવ ગુમાવ્યો. અમદાવાદના એલ ડિવીઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મુકેશ ઠાકુર થોડા દિવસ અગાઉ કોરોનાની સારવાર લઇ ઘરે પરત ફર્યા હતા. જોકે ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ પડતા ફરીથી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા અને કોરોના સામે લડતા લડતા તેમનું મોત થયું. અમદાવાદના પોલીસ વિભાગ દ્વારા પણ મુકેશ ઠાકોરના દુખદ અવસાનથી દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યુ છે ત્યારે પરિવારે પોતાના મોભીને ગુમાવ્યા છે.
Jun 9,2020, 10:18 AM IST
Standard 10 result
ધોરણ-10નું ગણિતનું પેપર અઘરું હતું, પણ રાજકોટના ઓમે 100માંથી 100 મેળવ્યાં
આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના 54,579 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લાનું ધોરણ 10 નું 64.08 % પરિણામ જાહેર થયું છે. રાજકોટના 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તો 2524 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ગત વર્ષે રાજકોટનું પરિણામ 73.92 % હતું, જે આ વર્ષે ઘટીને 64.08 % પરિણામ જાહેર થયું છે. આમ, રાજકોટનું પરિણામ ઘટ્યું છે.
Jun 9,2020, 9:55 AM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલી ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય