કોરોનાથી પોલીસકર્મી 2 ભાઈના મોત, એકસાથે 2 મોભી ગુમાવતા પરિવાર પર આભ તૂટ્યું

કોરોના મહામારીમાં અનેક પોલીસ કર્મીઓ દેશ માટે ભલે ફ્રન્ટલાઈન વોરિયર ગણાતા હોય, પરંતુ કોરોનાની જવાબદારી વચ્ચે આ પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારમાં મોભીની જવાબદારી સુનિશ્ચત રીતે અદા કરે છે. ત્યારે અમદાવાદમાં સોમવારે ફરી એક પોલીસકર્મીએ કોરોના મહામારી સામે લડતા લડતા પોતાનો જીવ ગુમાવ્યો. અમદાવાદના એલ ડિવીઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મુકેશ ઠાકુર થોડા દિવસ અગાઉ કોરોનાની સારવાર લઇ ઘરે પરત ફર્યા હતા. જોકે ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ પડતા ફરીથી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા અને કોરોના સામે લડતા લડતા તેમનું મોત થયું. અમદાવાદના પોલીસ વિભાગ દ્વારા પણ મુકેશ ઠાકોરના દુખદ અવસાનથી દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યુ છે ત્યારે પરિવારે પોતાના મોભીને ગુમાવ્યા છે.
કોરોનાથી પોલીસકર્મી 2 ભાઈના મોત, એકસાથે 2 મોભી ગુમાવતા પરિવાર પર આભ તૂટ્યું

મૌલિક ધામેચા / અમદાવાદ :કોરોના મહામારીમાં અનેક પોલીસ કર્મીઓ દેશ માટે ભલે ફ્રન્ટલાઈન વોરિયર ગણાતા હોય, પરંતુ કોરોનાની જવાબદારી વચ્ચે આ પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારમાં મોભીની જવાબદારી સુનિશ્ચત રીતે અદા કરે છે. ત્યારે અમદાવાદમાં સોમવારે ફરી એક પોલીસકર્મીએ કોરોના મહામારી સામે લડતા લડતા પોતાનો જીવ ગુમાવ્યો. અમદાવાદના એલ ડિવીઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મુકેશ ઠાકુર થોડા દિવસ અગાઉ કોરોનાની સારવાર લઇ ઘરે પરત ફર્યા હતા. જોકે ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ પડતા ફરીથી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા અને કોરોના સામે લડતા લડતા તેમનું મોત થયું. અમદાવાદના પોલીસ વિભાગ દ્વારા પણ મુકેશ ઠાકોરના દુખદ અવસાનથી દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યુ છે ત્યારે પરિવારે પોતાના મોભીને ગુમાવ્યા છે.

ધોરણ -10નું 60.64% રિઝલ્ટ જાહેર, 174 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા

એકાદ મહિના અગાઉ મુકેશ ઠાકોરના સગાભાઇ ભરત સિંહ સોમાજી ઠાકુરે પણ કોરોના સામે લડતા લડતા જીવ ગુમાવ્યો હતો. ત્યારે એક જ પરિવારના બીજા દીકરાના દુઃખદ અવસાનથી પરિવાર પર આભ તૂટી પડયું છે. મુકેશ ઠાકોર એલ ડિવીઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા હતા, જ્યારે કે ભરત ઠાકુર કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.

ધોરણ-10નું ગણિતનું પેપર અઘરું હતું, પણ રાજકોટના ઓમે 100માંથી 100 મેળવ્યાં 

અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પણ પોલીસ કર્મીના મોતને લઈ દુઃખ વ્યક્ત કર્યું. જોકે અત્યાર સુધી કોરોના મહામારીમાં અમદાવાદમાં પાંચથી વધુ પોલીસ કર્મીઓએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ પોલીસ અધિકારીઓ પણ પોતાનાથી બનતી તમામ સારવાર અંગેની યોગ્ય વ્યવસ્થા પોલીસ કર્મીઓ માટે કરતાં આવે છે. પરંતુ આ બંને ભાઈઓના કોરોનાના કારણે મોત થતા પોલીસ વિભાગમાં અને પરિવારમાં દુઃખની લાગણી વ્યક્ત થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news