6 કલાકની 13 કિમી પ્રતિ કલાકની ગતિથી મહારાષ્ટ્રમાં બપોરે ટકરાશે વાવાઝોડું, ગુજરાતમાં NDRFની 16 ટીમ કાર્યરત

અરબ સાગર ઉપર બનેલ ચક્રવાતી તોફાન (Cyclone Nisarg) મહારાષ્ટ્ર અને ગુજરાતના તટીય જિલ્લામાં આજે બપોરે દસ્તક આપી શકે છે. જેને જોતે એનડીઆરએફની 39 ટીમો તૈનાત કરી દેવાઈ છે. એનડીઆરએફની 39 ટીમમાંથી 16 ટીમ ગુજરાતમાં, 20 ટીમ મહારાષ્ટ્રમાં, 2 ટીમ દીવ અને દમણ તથા એક ટીમ દાદરાનગર હવેલીમાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની મોટાભાગની ટીમ અરબ સાગરમાં લાગેલા દરિયા કાંઠાના વિસ્તારોમાં તૈનાત થઈ છે.

6 કલાકની 13 કિમી પ્રતિ કલાકની ગતિથી મહારાષ્ટ્રમાં બપોરે ટકરાશે વાવાઝોડું, ગુજરાતમાં NDRFની 16 ટીમ કાર્યરત

ઝી મીડિયા/બ્યૂરો :અરબ સાગર ઉપર બનેલ ચક્રવાતી તોફાન (Cyclone Nisarg) મહારાષ્ટ્ર અને ગુજરાતના તટીય જિલ્લામાં આજે બપોરે દસ્તક આપી શકે છે. જેને જોતે એનડીઆરએફની 39 ટીમો તૈનાત કરી દેવાઈ છે. એનડીઆરએફની 39 ટીમમાંથી 16 ટીમ ગુજરાતમાં, 20 ટીમ મહારાષ્ટ્રમાં, 2 ટીમ દીવ અને દમણ તથા એક ટીમ દાદરાનગર હવેલીમાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની મોટાભાગની ટીમ અરબ સાગરમાં લાગેલા દરિયા કાંઠાના વિસ્તારોમાં તૈનાત થઈ છે.

મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, ગત 6 કલાક દરમિયાન 13 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે ઉત્તર મહારાષ્ટ્રના તટ પર વાવાઝોડું આવી રહ્યું છે. તે હાલ અલીબાગથી 155 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ અને મુંબઈથી 200 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમમાં છે. નિસર્ગ બપોરે અઢી વાગ્યાની આસપાર મુંબઈના દરિયાકાંઠે ટકરાશે. 

દરિયાકાંઠાના વિસ્તારોને સમયસર ખાલી કરી દેવામાં આવ્યા છે. તેમજ રાજ્યની એજન્સીઓની સાથે સમન્વય માટે એનડીઆરએફની 39 ટીમ તૈનાત કરવામાં આવી છે. મંગળવારથી જ જાગૃતતા અભિયાન શરૂ કરી દેવાયા છે. એનડીઆરએફની ટીમમા 45 કર્મચારી હોય છે. 

એનડીઆરએફના ડાયરેક્ટર એસ.એન પ્રધાને મંગળવારે કહ્યું કે, મહારાષ્ટ્ર અને ગુજરાતના અનુરોધ પર એનડીઆએફની વધારાની ટેમ મોકલવામાં આવી છે. એનડીઆરએફની કેટલીક ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જે જરૂરિયાત સમયે મદદ કરશે. જોકે, આ કોઈ ગંભીર તોફાન નથી, પરંતુ તેનાથી સાવધાની રાખવાની જરૂર છે. 

ઉલ્લેખનીય છે કે, આ વાવાઝોડું હવે ગુજરાતમાં ટકરાવાનું નથી. જેથી ગુજરાત માટે રાહતના સમાચાર છે. જોકે, થોડા સમય પહેલા આવેલા અમ્ફાન વાવાઝોડાએ કેટલાક રાજ્યોને અસર કરી હતી. ભારત સરકારના મોસમ વિભાગે જણાવ્યું કે, ડિપ્રેશન મંગળવારે સવારે 5.30 કલાકે ઊંડા ડિપ્રેશનમાં બદલાઈ ગયું છે. 1961 બાદ મહારાષ્ટ્રમાં ટકરાનારું નિસર્ગ પહેલું વાવાઝોડું હશે. આ વાવાઝોડું બે રાજ્યોને અસર કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news