26 જુલાઈના સમાચાર News

કોરોનાના દર્દીઓને ઝડપી શોધવા સાથે કામ કરશે ઈઝરાયેલ-ભારત, ગણતરીમાં ટેસ્ટના પરિણામ મળશ
ઈઝરાયલ અને ભારત કોવિડ-19 પરીક્ષણોની નવી તકનીક પર કામ કરશે. કોરોનાના દર્દીઓને ઝડપથી શોધી શકાય અને તાત્કલિક રિપોર્ટના પરિણામ મળી શકે તે દિશામાં કામગીરી થઈ રહી છે. ઈઝરાયલ ભારત સાથે મળીને 4 તકનીકો પર કામગીરી કરશે. જેમાં વોઈસ ટેસ્ટ, બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ, આઇસોથર્મલ પરિક્ષણ, પોલિમીનો એસિડના મદદથી કોરોનાના ટેસ્ટ કરાશે. કોરોના પરીક્ષણ પ્રક્રિયાને વિશ્વસનીય રીતે ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળશે. ઈઝરાયલ અને ભારત દ્વારા કૃત્રિમ બુદ્ધિ અને મશીન લર્નિંગનો કરાશે. ઈઝરાયલની આ પ્રગતિશીલ તકનીકનું પરીક્ષણ ભારતમાં કરાશે. માત્ર ગણતરીની સેકન્ડમાં કોરોના ટેસ્ટના પરિણામ મળી જસે. 1 ટેસ્ટ 500 રૂપિયાથી 1 હજારની કિમંતમાં પરિણામ આપશે. જો આ તકનીક સફળ થાય તો ભારતમાં તેનું ઉત્પાદન કરાશે. આ 4 તકનીકોનું ઈઝરાયલ અને ભારત સંયુક્ત રીતે વિશ્વમાં માર્કેટિંગ કરશે. ભારતના DRDO સાથે સંકલન સાધીને ઈઝરાયલની ટીમ પરીક્ષણ કરશે. આ 4 તકનીક સફળ બનશે તો ભારત સહિત કોરોના સામેના યુદ્ધમાં વિશ્વને મોટી મદદ મળશે.
Jul 26,2020, 14:07 PM IST
અમદાવાદ : GMDC ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા ક્રિકેટ રસિકો વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે થોડા દિવસ પહેલા લોકો પૂજા કરવા ભેગા થયા હતા. મીડિયામાં અહેવાલ બાદ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો. ત્યારે હવે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે રવિવારના દિવસે ક્રિકેટ મેચ રમવા કેટલાક યુવકો ભેગા થયા હતા. આ ક્રિકેટ રસિકોમાં સોશ્યલ ડિસ્ટન્સ જોવા મળ્યું નહિ અને માસ્ક પણ પહેર્યા વગર જ ટોળામાં ક્રિકેટ રમી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે શનિવાર અને રવિવારે વહેલી સવારથી ક્રિકેટ રમવા ભેગા થાય છે. ત્યારે રવિવારે 200થી વધુ ક્રિકેટ રસિકો ક્રિકેટ મેચ રમતા દેખાયા હતા. છતાં પોલીસે આ બાબતને બેધ્યાન કરી હતી. પોલીસે પેટ્રોલિંગ પણ કર્યું હતું, પણ ક્રિકેટ રમતા યુવકોને ત્યાંથી ખસેડવામા આવ્યા ન હતા. હાલમાં રાજ્યભરમાં કોરોના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે સંક્રમણ વધે તો તેની પાછળ જવાબદાર કોણ? 
Jul 26,2020, 11:00 AM IST

Trending news