2008માં આજના દિવસે સિવિલ હોસ્પિટલનું કેમ્પસ બોમ્બ બ્લાસ્ટથી ધ્રૂજી ઉઠ્યું હતું
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ :26 જુલાઈ 2008.... સિવિલ હોસ્પિટલમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. એ ગોઝારો દિવસ... કદાચ આ દિવસ સૌ ભૂલવા માંગે છે, પરંતુ ભુલી શકાય તેમ નથી. ઘટનાને 4380 દિવસ વીતી ગયા એ ઘટનાને.... બોમ્બ બ્લાસ્ટના એ ગોઝારા દિવસ પૂરતી આખી સિવિલ હોસ્પિટલ હતપ્રભ થઈ ગઈ હતી. પણ બીજી જ મિનીટથી તંત્ર દોડતુ થઈ ગયું હતું. સિવિલ હોસ્પિટલમાં તમામ સ્ટાફ 15 મિનિટમાં જ ફરજ પર દોડી આવ્યો હતો.
એક ડોક્ટર માટે દર્દી કોણ છે એ મહત્વનું નથી હોતુ. દર્દીને શું દર્દ છે એ જ એના માટે મહત્વનું હોય છે અને દર્દીનું દર્દ ઓછુ કરવા જે કરવું પડે એ જ એની પવિત્ર ફરજ હોય છે. જોકે બેશક આજથી 12 વર્ષ પહેલા બનેલી ઘટના બધાને ચોંકાવનારી હતી. સિવિલ હોસ્પિટલના એક-એક તબીબ, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ જાણે પોતાના સ્વજન હોય તેવા ભાવથી દર્દીઓની સેવા કરી રહ્યા છે. અમારી સેવા-સુશ્રુષા કે સંવેદનામાં ક્યારેય ઓટ નથી આવી.. એવું કહેનારા તબીબો સિવિલ હોસ્પિટલમાં હતા.
જાતીય સતામણી રોકવા સૌરાષ્ટ્ર યુનિ.નો નિર્ણય, પ્રોફેસર્સના રૂમમાં લગાવાશે CCTV
દેશમાં આ પ્રથમ ઘટના હશે, જેમાં કોઈ હોસ્પિટલ પર આતંકી હુમલો કદાચ સૌ પ્રથમ વખત થયો હતો. ઘાયલોની સેવા કરનારાઓને જ ઘાયલ કરવાની એ પેરવી હતી. કદાચ અમારામાં પણ એ વખતે ધૃણા આવી હશે. પણ અમારી સંવેદના એ ધૃણા પર હાવી થઈને હજી અકબંધ ટકી રહી છે. કોરોનાના દર્દીઓ પ્રત્યેની એ સંવેદના જ અમને જીવંત રાખી રાખી રહી છે. એમ તેઓ કહે છે.
આટલા વર્ષોના વાયરાઓ વીત્યા બાદ પણ હજુ ઘણા પરિવારો બૉમ્બ બ્લાસ્ટના અવાજોની યાદ આવતા જ ધ્રુજી જાય છે. સિવિલમાં ડોક્ટરોની સારવાર અને સેવા સમયસર ન મળી હોત તો કદાચ મૃત્યુઆંક ઘણો જ વધારે જોવા મળ્યો હોત.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે