અમદાવાદને કોરોના મુક્ત કરાવવા AMC નો મોટો નિર્ણય, ગરીબ દર્દીઓને HRCT ટેસ્ટ ફ્રીમાં કરાવશે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદને કોરોના મુક્ત કરવા માટે એએમસી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. 4500 ની કિંમતનો એચઆરસીટી ચેસ્ટ ટેસ્ટ તમામ અર્બન કેન્દ્રો ઉપર વિના મૂલ્યે કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી ગરીબ દર્દીઓને રાહત મળશે. જે લોકો કોરોનાના ટેસ્ટ માટે વધુ રૂપિયા ખર્ચી શક્તા નથી, તેઓ હવે સરળતાથી કોરોનાનુ સંક્રમણ છે કે નહિ તે જાણી શકશે.
સુરતમાં આવતી-જતી તમામ બસો સોમવારથી 10 દિવસ માટે બંધ
કોરોનાના લક્ષણો હોવા છતાં રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે ત્યારે હવેથી અર્બન કેન્દ્રોના મેડિકલ ઓફિસર ખાનગી પ્રતિષ્ઠીત ડાયોગ્નોસ્ટીક સેન્ટરમાં દર્દીનો HRCT Chest નિઃશુલ્ક કરાવી શકશે. હવેથી અર્બન સેન્ટરોમાં કોરોનાનું શરુઆતમાં જ 97% સચોટ નિદાન કરતો ટેસ્ટ તદ્દન મફતમાં કરી શકાશે. AMC દ્વારા શહેરને કોરોનામુકત કરવા 4500 ની કિંમતનો અત્યંત વિશ્વસનીય ટેસ્ટ HRCT Chest (Thorax) તમામ અર્બન કેન્દ્રોના ઓપીડી પ્રિસ્ક્રિપ્શનથી મફતમાં થશે. શહેરના તમામ નાગરિકોને આનો નિઃશુલ્ક લાભ મળશે અને શરુઆતમાં માઇલ્ડ સ્ટેજમા જ દર્દીનુ સચોટ નિદાન થઇ જતા પેશન્ટને મોડરેટ કે સિવિયર (ગંભીર) સ્ટેજમાં જતા અટકાવી શકાશે.
ગુજરાતમાં 54 હજાર, તો અમદાવાદમાં કોરોનાના દર્દી 25 હજારને પાર
એએમસી તંત્ર દ્વારા હવે કોરોનાનું સંક્રમણ રોકવા માટે નવી રણનીતિ બનાવવામાં આવી છે. એએમસી દ્વારા હવે વ્યાપક ટેસ્ટીંગ શરૂ કરાયા છે. જેથી વધુને વધુ કોરોનાના કેસ સામે આવી શકે છે. તેમજ કોરોનાના સંક્રમિતોને રોકી પણ શકાય. તો આ સાથે જ નવી રણનીતિમાં ધાર્મિક સ્થળો, ખાનગી હોટલ તથા સાર્વજનિક સ્થળોએ કોરોનાના ટેસ્ટીંગ કરવાની શરૂઆત કરાઈ છે. Amc દ્વારા પોતાના સફાઈ કર્મીઓના પણ કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે. શહેરમાં આવેલી વિવિધ વોર્ડ ઓફિસ અને મસ્ટર સ્ટેશનમાં ટેસ્ટ કરાઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે