2 માર્ચના સમાચાર News

દેશ-પ્રદેશના મહત્વના સમાચાર: દમણમાં કોર્પોરેટર સલીમ મેમણ પર થયું ફાયરિંગ...
દેશ પ્રદેશમાં જુઓ.... સુરતના કતારગામ વિસ્તારમાં કિશોરી સાથે ગેંગરેપના મામલામાં કતારગામ પોલીસ મથક બહાર ભારે લોકટોળુ એકઠુ થયું હતું. જેમાં પોલીસની કામગીરી સામે અસંતોષ દર્શાવ્યો હતો. કિશોરી સાથે છ મહિના પહેલા બનેલી ગેંગરેપની ઘટનામાં આશરે 200થી વધુ લોકટોળુ એકઠું થયું હતું અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તો અન્ય સમાચારમાં જુઓ, દમણના કોર્પોરેટર સલીમ મેમણ પર ખારીવડ વિસ્તારમાં આડેધડ ફાયરિંગ થયું હતું. તેઓ એક શો રૂમમાં બેઠા હતા એ સમયે અજાણ્યા શખ્સો દ્વારા સલીમ મેમણ પર 3થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સલીમ મેમણને હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર ઘટનાને લઈ સમગ્ર પ્રદેશમાં ખળભળાટ મચ્યો હતો. તો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડતો થયો હતો.
Mar 2,2020, 21:10 PM IST
સમાચાર ગુજરાતમાં જુઓ આજના મહત્વના સમાચાર એક ક્લિક પર...
સમાચાર ગુજરાતમાં જુઓ ગુજરાતભરના આજના મહત્વના સમાચાર.... આજે ગુજરાત વિધાનસભાના બજેટસત્રના ચોથા દિવસે ગૃહમાં દારૂબંધીનો મુદ્દો ઉઠ્યો હતો. ત્યારે રાજયમાં દારૂબંધીની સ્થિતિ પર ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યભરમાંથી બુટલેગરો અને દારૂના અડ્ડાઓ અંગે પોલીસને 9081 ફરિયાદો મળી છે. સૌથી વધુ ફરિયાદ અમદાવાદ જિલ્લામાં 4984 ફરિયાદો મળી હોવાનું સામે આવ્યું છે. સુરત જિલ્લામાં દારૂ અંગે 1989 ફરિયાદો મળી છે. તો મહીસાગર જિલ્લામાં દારૂ અંગે એક પણ ફરિયાદ મળી નથી. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલો અંગે સરકારે લેખિતમાં આ જવાબ રજૂ કર્યો છે. જેને પગલે કોંગ્રેસ સત્તાપક્ષ સામે સવાલ ઉઠાવ્યો હતો.
Mar 2,2020, 20:45 PM IST
સુરતની દારૂ પાર્ટીમાં પકડાયેલા નબીરાઓના વાલીઓએ કોર્ટ બહાર કર્યો હોબાળો
સુરત (surat)ના ડુમસ રોડ પર આવેલા આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં દારૂની મહેફિલ (liqour party) માણતા 52 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતાં. પાર્ટીમાં દારૂ પૂરો પાડનાર બિપીન પટેલની પોલીસે ધરપકડ કરી હતી. બિપીન પાસે 4 યુનિટ દારૂની પરમિશન છે. આ દારૂ વેચ્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે 39 નબીરાઓને પોલીસે કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેથી કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. જોકે યુવકોના પરિવાર દ્વારા કોર્ટ પરિસરમાં ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. પાર્ટીનું આયોજન કરનાર ગગનના વકીલ દ્વારા તમામ આરોપીઓ સામે એકસરખી કાર્યવાહી કરવામાં આવે તેવી દલીલ કરવામાં આવી હતી. જેને કારણે પકડાયેલા નબીરાઓના વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓનો ગુસ્સો પોલીસ ઉપર પણ દેખાયો હતો.
Mar 2,2020, 18:09 PM IST
ધ્યાનથી જુઓ થાળીને... ગુજરાત વિધાનસભાના કેન્ટીનની આ થાળીમાંથી મળી આવ્યું જીવડું
Mar 2,2020, 15:43 PM IST
આને તમે કયું ગુજરાત કહેશો, જ્યાં રોજ 3થી 4 બળાત્કારના ગુના બને છે?
Mar 2,2020, 14:08 PM IST
‘ટિકટોક વાપરવાથી દીકરીઓની સગાઈ તૂટે છે’ તેવુ કહીને ઠાકોર સમાજે મૂક્યો ટિકટોક પર પ્રત
Mar 2,2020, 12:55 PM IST

Trending news