આને તમે કયું ગુજરાત કહેશો, જ્યાં રોજ 3થી 4 બળાત્કારના ગુના બને છે?
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કાયદો કેટલો કથળ્યો છે અને ગુનેગારો કેટલા બેફામ બન્યા છે તેનો આ બોલતો પુરાવો છે. વિધાનસભા (gujarat vidhansabha) માં ચાલી રહેલા બજેટ સત્ર (budget session) માં રજૂ કરાયેલા આંકડા એવા છે કે, છેલ્લા 2 વર્ષમાં લૂંટ (Crime) ના 2491 બનાવ, ખૂનના 2034 બનાવ, ચોરીના 25723 બનાવ બન્યા છે. આ કરતા પણ સૌથી વધુ ચોંકાવનારો આંકડો બળાત્કાર (Rape) નો છે. જેમાં બળાત્કારના 2720 બનાવ અને અપહરણના 5897 બનાવ નોંધાયા છે. બળાત્કારના આંકડા સૂચવે છે કે મહિલા સુરક્ષા મુદ્દે હવે ગુજરાત પણ સલામત રહ્યું નથી.
‘ટિકટોક વાપરવાથી દીકરીઓની સગાઈ તૂટે છે’ તેવુ કહીને ઠાકોર સમાજે મૂક્યો ટિકટોક પર પ્રતિબંધ
રાજ્યમાં બે વર્ષમાં આત્મહત્યાના 14702 બનાવ, રાયોટિંગના 3305 બનાવ, અપમૃત્યુના 44081 બનાવ નોંધાયા છે. તો રાજ્યમાં દરરોજ 20 લોકોએ અકુદરતી રીતે જીવન ટૂંકાવ્યું છે. આમ જોઈએ તો, રાજ્યમાં રોજના 2-3 કેસો હત્યાના બનાવો બને છે. તો રાજ્યમાં રોજના 3-4 બળાત્કારના ગુના નોંધાય છે. રાજ્યમાં રોજના 4-5 રાયોટીંગના બનાવ બને છે.
પોર્ન ફિલ્મોને કારણે બળાત્કારની ઘટનાઓ વધતા આ ફિલ્મો પર પ્રતિબંધ મૂકવા સરકાર વિચરણા કરી રહી છે કે કેમ તેવો સવાલ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં પૂછ્યો હતો. ત્યારે આ મામલે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર બાળકો કે યુવાનોને ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા માંગતી નથી. રાજ્ય સરકાર ચાઇલ્ડ પોર્નોગ્રાફી કોઈ પણ હિસાબે ચલાવી શકશે નહિ લે. આ મામલે કડક કાર્યવાહી કરવા અમારી સરકારનો સંકલ્પ છે. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં સુરક્ષાની ખાતરી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે