19 july news News

સુરતનો ITI પાસ ભેજાબાજ ઈસ્માઈલ નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ઘરે બનાવતો હતો!!!
રાજ્યમાં કોરોનાના દર્દી માટે વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનું જે કૌભાંડ સામે આવ્યું છે, તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. કોરોનાના રિકવર દર્દીને પણ હાર્ટએટેક આવી જાય તેવા ખુલાસા થયા છે. સુરતમાંથી જે નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન પકડાયું છે, તે ઈન્જેક્શન માત્ર આઈટીઆઈટીઆઈ પાસ યુવક બનાવતો હતો. તે ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના નામે સ્ટીરોઈડ વેચતો હતો. સુરતનો રહેવાસી ઈસ્માઈલ નામના યુવક પોતાના ઘરે સામગ્રી લાવીને સ્ટીરોઈડના મદદથી મોંઘુદાટ ટોસિલિઝુમેબ ઈન્જેક્શન બનાવતો હતો. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે.
Jul 19,2020, 15:03 PM IST
ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કાળા કારોબારનો પર્દાફાશ, નકલી ઈન્જેક્શનનું પગેરુ સુરતમાં પહો
અમદાવાદ અને સુરતમાં નકલી ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન મામલે નિવેદન આપતા જણાવ્યું કે, સરકાર કોરોના માટે આવશ્યક દવાઓ પરિયાપ્ત માત્રમાં મળે તેના માટે કટિબદ્ધ છે. ટોસિલિઝુમેબ સ્વિત્ઝરલેન્ડમાંથી મંગાવીએ છીએ. મેના પહેલા અઠવાડિયામાં આ દવાનો પ્રયોગ ગાંધીનગરમાં બે દર્દીઓ પર થયો હતો. ત્યારબાદ આ મોંઘી દવા દર્દીઓને બચાવતી હોય તો જથ્થો પૂરો પાડવાનો આદેશ સરકારે કર્યો છે. દર્દીના શરીરમાં કોરોના વાયરસનો જથ્થો વધી જાય એટલે ટોસિલિઝુમેબ ઈન્જેકશન મદદરૂપ નીવડે છે. આ ઈન્જેક્શનના સારા પરિણામ મળ્યા છે. ઈન્જેક્શન આપ્યા બાદ દર્દીને ઓબ્ઝર્વેશનમાં રાખવું જરૂરી હોય છે. રાજ્યની સરકારી હોસ્પિટલને મફતમાં આપ્યા છે. અત્યાર સુધી 6400 ઇન્જેક્શનમાંથી 50 ટકા સરકારી અને 50 ટકા ખાનગી હોસ્પિટલને ફાળવ્યો છે.
Jul 19,2020, 11:37 AM IST
વડોદરામાં વધુ એક ભાજપી નેતાનું કોરોનાથી મોત, ઉપપ્રમુખ મહેશ શર્માના મોતથી ભાજપમાં સન્
વડોદરામાં કોરોનાથી મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં કોરોના (coronavirus) થી વધુ એક ભાજપી નેતાનું મોત થયું છે. ભાજપના ઉપપ્રમુખ મહેશ શર્માનું કોરોનાથી મોત નિપજ્યું છે. વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી તેઓ સારવાર લઈ રહ્યા હતા. મહેશ શર્માના પુત્ર અને પત્નીને પણ કોરોના થયો હતો. બંનેને ગઇકાલે જ સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ મહેશ શર્મા કોરોના સામેની જંગ જીતી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત થયું છે. પાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન યોગેન્દ્ર સુખડીયાનું કોરોનાથી મોત નિપજ્યું હતું. આમ, નેતાઓના સતત મોતી ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. 
Jul 19,2020, 9:50 AM IST
શ્રાવણ મહિના માટે સોમનાથ મંદિરના દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર
શ્રાવણ માસમાં ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિર (somnath temple)ના સમયમા ફેરફાર કરાયો છે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તેના માટે આ નિર્ણય લેવાયો છે. શનિવાર રવિવાર અને સોમવારના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં મંદિર સવારે 6. 30 ના બદલે 6 વાગ્યે ખોલવામાં આવળશે. તો સાંજે 7.30 ના બદલે 9.15 સુધી મંદિર ખુલ્લુ રખાશે. જેથી ભક્તો વધુ સમય લાભ લઈ શકે. રાજ્ય સરકારના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, ધાર્મિક સ્થાનો માટે અગાઉની ગાઇડલાઇન જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના તમામ મોટા ધાર્મિક સ્થાનો અને શિવમંદિરોને જુની ગાઇડલાઇન મુજબ નિયમોનુ પાલન કરવા સુચના અપાઈ છે. જરુર પડે તો જે-તે જીલ્લા કલેક્ટર પોતાના જિલ્લાની સ્થિતિ મુજબ નોટિફિકેશન બહાર પાડી શકશે.
Jul 19,2020, 7:52 AM IST

Trending news