વડોદરામાં MGVCLનું આડેધડ બિલ ફટકારવાનું ચાલું, સામાન્ય પરિવારને 60 હજારનું બિલ પકડાવ્યું

કોરોના મહામારીને કારણે લોકોની આવક ટૂંકી થઈ છે, ત્યાં બીજી તરફ લોકોને કેટલીક બાબતોમાં મોટો ફટકો પડી રહ્યો છે. છેલ્લાં કેટલાક સમયથી વધુ લાઈટબિલ અનેક લોકોની પરેશાનીનું કારણ બની રહ્યાં છે. ત્યારે વડોદરામાં એક પરિવારને વિજ કંપની 60 હજારનું બિલ ફટકાર્યું છે. 
વડોદરામાં MGVCLનું આડેધડ બિલ ફટકારવાનું ચાલું, સામાન્ય પરિવારને 60 હજારનું બિલ પકડાવ્યું

હાર્દિક દિક્ષીત/વડોદરા :કોરોના મહામારીને કારણે લોકોની આવક ટૂંકી થઈ છે, ત્યાં બીજી તરફ લોકોને કેટલીક બાબતોમાં મોટો ફટકો પડી રહ્યો છે. છેલ્લાં કેટલાક સમયથી વધુ લાઈટબિલ અનેક લોકોની પરેશાનીનું કારણ બની રહ્યાં છે. ત્યારે વડોદરામાં એક પરિવારને વિજ કંપની 60 હજારનું બિલ ફટકાર્યું છે. 

ટોસિલિઝુમેબ ઈન્જેક્શનના કાળા કારોબારનો પર્દાફાશ, નકલી ઈન્જેક્શનનું પગેરુ સુરતમાં પહોંચ્યું 

વડોદરાના જય ગાયત્રી નગર સોસાયટીના રહીશોને MGVCL એ મોટો ઝટકો આપ્યો છે. આડેધડ ફટકારાયેલા લાઈટ બિલથી જય ગાયત્રી નગર સોસાયટીના લોકો પરેશાન થઈ ગયા છે. અમિત નગર બ્રિજ પાસે જય ગાયત્રી નગર સોસાયટી આવેલી છે. D 41 નંબરના મકાનમાં રહેતા હેતલભાઈ સુથારના ઘરમાં લાઈટબિલ આવ્યું તો તેઓ ચોંકી ઉઠ્યા હતા. હેતલભાઈ સુધારને એમજીવીસીએલએ 60 હજારનું લાઈટબિલ ફટકાર્યું હતું. 

દર્દીને નકલી ટોસિલિઝુમેબ ઈન્જેકશન પહોંચાડનાર માં ફાર્મસીના આશિષ શાહે કર્યો આ ખુલાસો...

MGVCL એ ચાર મહિનાનું 60 હજાર લાઈટ બિલ ફટકાર્યું છે. હેતલભાઈ સુથાર ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. આટલું મોટી રકમનું બિલ કઈ રીતે એમજીવીસીએલએ મોકલ્યું તે પરિવાર માટે મોટો પ્રશ્ન છે. માત્ર આ પરિવાર જ નહિ, પરંતુ સોસાયટીના તમામ રહીશોને આવી રીતે આડેધડ બિલ ફટાકારાયું છે. સરકારની જાહેરાત બાદ પણ MGVCL આડેધડ બિલ ફટકારી રહી છે. ત્યારે સરકાર દ્વારા વીજ બિલમાં રાહતની જાહેરાત માત્ર જાહેરાત બનીને રહી ગઈ છે તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ, શું લોકોના માથા પર માછલા ધોઈને આ રીતે રૂપિયા વસૂલવાનુ ચાલું કરાયું છે કે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news