14 july news News

‘હજી સુધી તારો કોઈ ફોન ન આવ્યો...’ ભાવુક પોસ્ટ લખીને સુશાંતના મિત્રએ સૌને રડાવ્યા
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની અંતિમ ફિલ્મ દિલ બેચારા (Dil Bechara) જલ્દી જ રિલીઝ થવાની છે. ફિલ્મના ડાયરેક્ટર મુકેશ છાબરા સુશાંત સિંહને યાદ કરી રહ્યાં છે અને તેઓએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ લખી છે. જેમાં તેઓ સુશાંત સિંહના નિધનના એક મહિનો પૂરા થયાનો ઉલ્લેખ કરે છે. સાથે જ સુશાંતનો ફોન આવ્યાની વાતનો પણ તેઓએ ઉલ્લેખ કર્યો છે. હકીકતમાં, મુકેશ છાબરા (Mukesh Chhabra) એ ઈમોશનલ પોસ્ટમાં 8 ફોટોગ્રાફ્સ શેર કર્યાં છે, જેમાં તે સુશાંત સાથે નજર આવી રહ્યાં છે. પોસ્ટની સાથે તેઓએ લખ્યું છે કે, આજે બરાબર એક મહિનો થઈ ગયો છે, અને હજી સુધી તારો કોઈ ફોન નથી આવ્યો. (ઈનપુટ - સોનલ સિંહ, તસવીર સાભાર : Instagram@MukeshChhabra)
Jul 14,2020, 16:30 PM IST
આરોગ્ય સચિવ રાજકોટની મુલાકાતે, સિસ્ટમ ઈમ્પ્રુવ કરવા માટે સૂચના આપી
Jul 14,2020, 14:22 PM IST
હાર્દિક પટેલનું મોટું નિવેદન, 2022માં ર/૩ બહુમતી સાથે કોંગ્રેસ સરકાર બનાવશે
પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે પોતાના આગામી આયોજન અંગે સીધી વાત કરી. તેમણે કહ્યું કે, મારો ટાર્ગેટ ગુજરાતના ૧૬ હજાર ગામડા ફરવાનો છે. તેમના પ્રશ્નો અને વેદનાને વાચા આપવાનો છે. કોઇ પણ વ્યક્તિની સફરની શરૂઆત સામાજિક અને રાજકીય હોય, હું એ જ કાર્યની શરૂઆત કરુ છું. જેમાં મને સફળતા મળે. આંદોલનની શરૂઆત કરી અને એમાં અમને સફળતા પણ મળી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત તેનો વિરોધ કરી રહ્યા હતા. અમારો પ્રયાસ ગુજરાતના તમામ ગામડાઓને સમૃધ્ધ કરવાનો છે. માત્ર અમદાવાદ કે ગાંધીનગર નહિ, મારે કોગ્રેસ પાર્ટીમાં આવી લોકોની સેવા કરવી હોય તો કરી શકાય.
Jul 14,2020, 12:01 PM IST
વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત, બે વાર થયો હતો કોરોના
વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત થયું છે. પાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન યોગેન્દ્ર સુખડીયાનું કોરોનાથી મોત નિપજતા વડોદરા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. યોગેન્દ્ર સુખડિયા ભાજપના બોર્ડના પ્રથમ સ્થાયી સમિતિ ચેરમેન હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં તેઓને દાખલ કરાયા હતા. ચોંકાવનારી બાબત તો એ છે કે, યોગેન્દ્ર સુખડિયાને બે વાર કોરોના થયા હતો. અગાઉ કોરોના થતાં તેઓને કોરોનાને માત આપી હતી. પણ બીજી વખતની જંગ તેઓ જીતી શક્યા ન હતા. બીજી વખત કોરોના થયો, પણ બીજી વખત કોરોનાને હરાવી શક્યા ન હતા. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી છે. આ પીઢ નેતા 65 વર્ષની ઉંમરના હતા, અને સંગઠનની કામગીરીમાં સામેલ હતા. 
Jul 14,2020, 11:57 AM IST
ગુજરાતમાં 44 કલાકમાં 91 તાલુકામાં વરસાદ, આજે સવારે 9 તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં ચોમાસાએ ફુલજમાવટ કરી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર એક નજર કરી લઈએ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના વંથલીમાં અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં 4 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સવા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં તેમજ સુરતના કામરેજમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. મોરબીના વાંકાનેરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તો રાજ્યના ૨૬ તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 
Jul 14,2020, 10:05 AM IST
ચાર કચ્છી યુવકોએ મળીને દૂબઈમાં ફસાયેલા 1375 લોકોને ગુજરાત પહોંચાડ્યા
Jul 14,2020, 9:28 AM IST

Trending news