ચાર કચ્છી યુવકોએ મળીને દૂબઈમાં ફસાયેલા 1375 લોકોને ગુજરાત પહોંચાડ્યા

‘કચ્છડો ખેલે ખલકે મેં જી મહાસાગર મેં મચ્છ, એકડો કચ્છી જે ડા વસે ઉતે ડિયાં ડી કચ્છ....’ આ ઉક્તિ કચ્છ માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બોલે છે. એનો અર્થ એવો થાય છે કે, કચ્છ ડો રમતો જાણે કે મહાસાગરમાં મગર મચ્છ રમતો હોય એમ. એક કચ્છી જ્યાં વસે ત્યાં આખો કચ્છ વસાવી લેતો હોય એ ઉક્તિ આજે સાર્થક લાગે છે. દુબઈમાં 16 વર્ષથી વસતા એક કચ્છીએ હિન્દુસ્તાનીઓની ટીમ બનાવી કોવિડ19 માં સેવા કરી જે કામ કર્યું છે, તે અદભૂત છે. ભરત જોશી, કુંજન પટેલ, પ્રતાપ મેર, જાનકી પંચાલ નામના કચ્છીઓએ ટીમ વર્ક કરી ત્યાં ફસાયેલા દરેક ભારતીયને વતન પહોંચાડવાનું એક સ્તુત્ય કાર્ય કર્યું છે.
ચાર કચ્છી યુવકોએ મળીને દૂબઈમાં ફસાયેલા 1375 લોકોને ગુજરાત પહોંચાડ્યા

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :‘કચ્છડો ખેલે ખલકે મેં જી મહાસાગર મેં મચ્છ, એકડો કચ્છી જે ડા વસે ઉતે ડિયાં ડી કચ્છ....’ આ ઉક્તિ કચ્છ માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બોલે છે. એનો અર્થ એવો થાય છે કે, કચ્છ ડો રમતો જાણે કે મહાસાગરમાં મગર મચ્છ રમતો હોય એમ. એક કચ્છી જ્યાં વસે ત્યાં આખો કચ્છ વસાવી લેતો હોય એ ઉક્તિ આજે સાર્થક લાગે છે. દુબઈમાં 16 વર્ષથી વસતા એક કચ્છીએ હિન્દુસ્તાનીઓની ટીમ બનાવી કોવિડ19 માં સેવા કરી જે કામ કર્યું છે, તે અદભૂત છે. ભરત જોશી, કુંજન પટેલ, પ્રતાપ મેર, જાનકી પંચાલ નામના કચ્છીઓએ ટીમ વર્ક કરી ત્યાં ફસાયેલા દરેક ભારતીયને વતન પહોંચાડવાનું એક સ્તુત્ય કાર્ય કર્યું છે.

1375 લોકોને દુબઈથી વતન ગુજરાત પહોંચાડ્યા છે. તોરા ફેશન કંપનીના નેજા હેઠળ આ કામગીરી કરી 7 ચાર્ટર્ડ પ્લેન દ્વારા અત્યાર સુધી 1375 લોકોને વતન મોકલાયા છે. હજુ આ મિશન ચાલુ છે. દૂબઈમાં એક સ્થળે 300 લોકો ફસાયા હતા. ત્યાં લોકો માટે કોઈ વ્યવસ્થા ન હતી. ખાવાનું ન હતું, કે રહેવા માટે પૂરતી વ્યવસ્થા પણ ન હતી. ભરત જોશીની ટીમે ત્યાં જરૂરી તમામ વ્યવસ્થાઓ પહોંચાડી હતી. 

મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે FB LIVE થી કરી વિવાદિત વાતો...

હજુ પણ હજારો ગુજરાતીઓ ગલ્ફ દેશોમાં ફસાયા છે. એસેમ્બલી અને ભારત સરકાર તેઓની મદદે આવે તેવી તેઓ સતત અપીલ કરી રહ્યાં છે. અન્ય લોકોએ પણ ભરત જોશીની આ સેવાને બિરદાવી છે. 

હજી પણ હજારો ભારતીયો જે ગલ્ફ દેશોમા ફસાયા છે, તેઓ પોતાના વતન પરત ફરવા માંગે છે. તેમનો પરિવાર અહી રાહ જોઈને બેસ્યો છે. ફસાયેલા લોકોની વિનંતી સરકાર સાંભળે તો હજારો ભારતીયો પોતાના વતન પાછા ફરી શકે તેવી આશા ભરત જોશી અને તેમની ટીમને છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news