Lockdownમાં ભારતીયોનો ફેવરિટ નાસ્તો બની Maggi, તમામ કારખાનામાં દિવસ-રાત કરાયું ઉત્પાદન
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :આ સપ્તાહમાં એક સમાચાર એવા આવ્યા હતા કે, 5 રૂપિયામાં વેચાનાર પારલે-જી (Parle-G) બિસ્કીટના વેચાણમાં રેકોર્ડ બ્રેક તેજી આવી છે. વેચાણના મામલામાં તેણે 82 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. પરંતુ હવે બિસ્કીટ બાદ મેગી સામે આવી છે. મેગી નૂડલ્સ (Maggi sales)નુ પણ જબરદસ્ત વેચાણ થયું છે. તેના વેચાણમાં 25 ટકાની તેજી આવી છે.
ગુજરાતની સંસ્કૃતિ પર આંગળી ચીંધવા તમારો પનો ટૂંકો પડે છે ગુહા....
લોકડાઉન બાદ બહાર ખાવાનું બંધ થયું
દેશમાં 25 માર્ચના રોજ લોકડાઉન (Coronavirus lockdown) લાગુ થયું હતું, જે બે મહિનાથી વધુ સમય ચાલ્યું હતું. 1 જૂનથી અનલોક 1ની શરૂઆત થઈ. 8 જૂનથી હોટલ અને રેસ્ટોરન્ટ્સ ખૂલવાની છૂટછાટ મળી હતી. લાખો લોકો એવા છે, જેઓને બહારનું ખાવાનું પસંદ છે. પરંતુ બે મહિનાથી બધુ જ બંધ હતું. આવામાં એકમાત્ર ઈઝી ઓપ્શન મેગી બની હતી. તેથી મેગીનું જબરદસ્ત વેચાણ થયું છે.
Coronaupdates: અમદાવાદથી ભાવનગર કોરોનાનો ચેપ લઈ જનારા વધ્યા, ભરૂચમાં 5 અને રાજકોટમાં 3 નવા કેસ
નેસ્લે ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ નારાયણે જણાવ્યું કે, લોકડાઉનની વચ્ચે કંપનીએ પોતાના પાંચેય કારખાનામાં મેગીનું ઉત્પાદન તેજીથી કરવુ પડ્યું હતું. નેસ્લેનો વાર્ષિક કારોબાર અંદાજે 12 હજાર કરોડ રૂપિયાનો છે. ત્યારે આશા છે કે આ વર્ષે પણ તેમાં તેજી આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે