સોગંધ News

અરવિંદ કેજરીવાલના શપથગ્રહણમાં ઉમટ્યો માનવ મહેરામણ, PICS
દિલ્હીની વિધાનસભાની ચૂંટણી 2020માં 70માંથી 62 બેઠકો પર આપ પાર્ટીએ વિજય મેળવ્યો છે. રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સંતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતાં. નવાં કેબિનેટમાં એક પણ મહિલા નહીં. અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) આજે ઐતિહાસિક રામલીલા મેદાનાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદ માટેના સોગંધ લીધા છે. તેમણે આ પ્રસંગે કહ્યું છે કે તેઓ કેન્દ્ર સરકાર સાથે મળીને દિલ્હીને આગળ લઈ જવા ઇચ્છે છે. અરવિંદ કેજરીવાલે પોતના ભાષણમાં કહ્યું છે કે ''અમે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરીશું. અમે પીએમને પણ આમંત્રણ મોકલ્યું હતું પણ તેઓ કદાચ કોઈ બીજા કાર્યક્રમમાં વ્યસ્ત છે. હું દિલ્હીની પ્રગતિ માટે પીએમ અને કેન્દ્ર સરકાર પાસેથી આશીર્વાદ ઇચ્છું છું. કેજરીવાલના શપથગ્રહણમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
Feb 16,2020, 15:49 PM IST

Trending news