રિકી પોંટિંગ News

રવિ શાસ્ત્રીનું સ્થાન લેશે રિકી પોંટિંગ, ટીમ ઇન્ડીયાના કોચ મજબૂત દાવેદાર
એકસમયે રિકી પોંટિંગ વિરૂદ્ધ ભારત તરફથી કેપ્ટનશિપ કરનાર સૌરવ ગાંગુલીને લાગે છે કે પોંટિંગ ભારતીય ટીમ માટે એક સારા કોચ સાબિત થશે. આ બંને કેપ્ટન આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સમાં સાથે કામ કરે છે. રિકી પોંટિંગ ટીમના કોચની ભૂમિકામાં છે તો બીજી તરફ સૌરવ ગાંગુલી સલાહકાર તરીકે ટીમની સાથે જોડાયેલા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડીયાને આપેલા એક નિવેદન અનુસાર જ્યારે સૌરવ ગાંગુલીને પૂછવામાં આવ્યું કે શું પોંટિંગ ભારતીય ટીમના કોચની ભૂમિકા ભજવી શકે છે તો તેમણે કહ્યું કે 'આ વિશે તમારે પોંટિંગને પૂછવું પડશે શું તે વર્ષના આઠ થી નવ મહિના પોતાના દેશથી બહાર રહેવા માટે તૈયાર છે. જ્યાં સુધી ક્ષમતાની વાત છે તો ચોક્કસ પોંટિંગ એક સારા કોચ બનશે.
May 2,2019, 12:29 PM IST

Trending news