પાકને નુકસાન News

ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, અંબાલાલ પટેલે કરી આગાહી
5 દિવસના વિરામ બાદ ફરીથી ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે (ambalal patel) આગાહી કરી છે કે, ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી. અંબાલાલ પટેલે 7 સપ્ટેમ્બરથી 12મી સપ્ટેમ્બર વરસાદની આગાહી (Weather Forecast) આપી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 18 સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર વચ્ચે પણ વરસાદ થશે. 27 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. એટલે કે આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ મહિનામાં તો વરસાદ થશે જ. પરંતુ આગામી મહિને પણ એટલે કે ઑક્ટોબર મહિનામાં પણ એક સાયક્લોન સર્જાશે અને વરસાદ પડી શકે છે. તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કહી શકાય. કારણ કે, તાજેતરમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. ત્યારે ખેડૂતોને ભારે વરસાદથી કળ વળી નથી ત્યાં જ ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે. 
Sep 6,2020, 7:48 AM IST
હજી તો ઉનાળો શરૂ નથી થયો, ત્યાં ખેડૂતોને પાણીની સમસ્યા ઉભી થઈ
ખેડૂતોએ અતિવૃષ્ટિ અને માવઠાનો માર સહન કરી પાક લીધો અને હવે જ્યારે પાકને વેચવાનો વારો આવ્યો છે ત્યારે તેમાં પણ અનેક મુશ્કેલીઓ નડી રહી છે. અરવલ્લી જિલ્લાના ખેડૂતો મકાઈ વેચવા માર્કેટયાર્ડમાં તો જઈ રહ્યાં છે પણ યાર્ડમાં તેમને ઓછા ભાવ મળતા હોવાની ફરિયાદ ઉઠી છે. તો, અમરેલીના ખેડૂતો નવી મુસીબતનો સામનો કરી રહ્યાં છે. પાણી તો છે પણ તે પાણી ખેતર સુધી પહોંચાડવા માટે વીજ પ્રવાહનો અભાવ હોવાની ફરિયાદ ઉઠી છે. પાણીના અભાવે શિયાળુ શાકભાજી નજરો સામે બગડી છે. ખેડૂતો તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યાં છે. તો, ભાવનગરના ખેડૂતોને પણ પાણી વગર રડવાનો વારો આવી રહ્યો છે. આઝાદીના 73 વર્ષ પછી પણ એક નહીં 25 ગામો પાણીના અભાવ વચ્ચે ઝૂરી રહ્યાં છે.
Feb 23,2020, 9:15 AM IST

Trending news