પહેલા 'કોરોના'ની માર, હવે 'તીડ'થી હાહાકાર, 8 રાજ્યોમાં પાકને નુકસાન

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, હરિયાણા અહીં તીડનું ઝૂંડ પહોંચી ચૂક્યું છે અને ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડી શકે છે. 

પહેલા 'કોરોના'ની માર, હવે 'તીડ'થી હાહાકાર, 8 રાજ્યોમાં પાકને નુકસાન

નવી દિલ્હી: કોરોના બાદ દેશ પર બીજો સૌથી મોટો ખતરો તીડના રૂપમાં આવી ચૂક્યો છે. અને જો તમે આ મોટા ખતરાને લઇને ગંભીર નથી તો હવે ગંભીર થઇ જાવ. કારણ કે તીડનો ખતરો ગ્રામીણ ભારત માટે ખૂબ ડરામણો છે. તીડનુંજ ઝૂડ દેશના અન્નદાતા કહેવાતા ખેડૂતો માટે સૌથી મોટી મુસીબત છે. 

દેશમાં સૌથી વધુ રાજ્ય જે પ્રભાવિત છે પહેલાં તે રાજ્યો વિશે જાણી લો. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, હરિયાણા અહીં તીડનું ઝૂંડ પહોંચી ચૂક્યું છે અને ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડી શકે છે. 

તમને ફરીથી જણાવી દઇએ કે આજે સવારે 10 વાગે તીડના આતંક પર ઝી ન્યૂઝનું મોટું કવરેજ શરૂ થશે. જેમાં તમને ખબર પડશે કે કેટલો મોટો ખતરો છે અને તેની અસર ફક્ત ખેડૂતો પર જ નહી પરંતુ તમારા પર પણ પડી શકે છે. 

એક નાનકડું તીડ ખેડૂતો માટે મોટો ખતરો બની ગયો છે. 8 રાજ્યોના પાકને નુકસાન પહોંચ્યું છે. તીડને લઇને કેન્દ્રએ 16 રાજ્યોને એલર્ટ કરી દીધા છે. તીડનો નાશ કરવા માટે કીટનાશકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news