ટ્રિપલ તલાક News

ત્રિપલ તલાક બિલ પાસ થયાને દિવસે જ અમદાવાદની મહિલા બની ત્રિપલ તલાકનો ભોગ
તલાક... તલાક... તલાક... : અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશન ખાતે સનાબાનું નામની મહિલાને તેના પતિએ પિયરમાંથી 20 હજાર રૂપિયા મંગાવાનું કહ્યુ હતું, પરંતુ તેણે ઘરેથી પૈસા મગાવવાની ના પાડી હતી. આ ઘટના બાદ સના બંને બાળકીઓને લઇને તેના માતા-પિતાના ઘરે જતી રહી હતી. થોડા સમય બાદ સનાનો પતિ તેના ઘરે આવ્યો હતો અને ત્રણ વાર તલાક... તલાક... તલાક... બોલી સનાને ત્રિપલ તલાક આપીને જતો રહ્યો હતો. ત્યારે પતિ દ્વારા તલાક આપતા સનાએ કેરોસીન પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં મહિલાની હાલત ગંભીર છે, અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પરણિતાએ પોતાના પતિ અને સાસરીયાવાળા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
Jul 31,2019, 11:57 AM IST
 માત્ર ઉપર છલ્લા સમાચાર નહીં પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY...
મુસ્લિમ મહિલાઓને એક સાથે ત્રણ વખત 'તલાક' શબ્દ બોલીને આપવામાં આવતા છૂટાછેડાને અપરાધ ઠેરવનારું બિલ રાજ્યસભામાં બહુમતિ સાથે પસાર થઈ ગયું છે. વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, "આજે ભારત માટે ખુશીનો દિવસ છે." રાજ્યસભામાં બિલની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "એક પ્રાચીન અને મધ્યકાલિન પ્રથાને અંતિ ઈતિહાસની કચરાપેટીમાં નાખી દેવાયો છે. સંસદે ટ્રિપલ તલાક દેશમાંથી નાબૂદ કરી દીધા છે. મુસ્લિમ મહિલાઓ સાથે કરવામાં આવેલી એક ઐતિહાસિક ભૂલ સુધારી લેવાઈ છે. આ જાતિય ન્યાયનો વિજય છે, જે ભવિષ્યમાં સમાજમાં સમાનતા લાવશે. આજે ભારત માટે ખુશીનો દિવસ છે." પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, "આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો માતાઓ-બહેનોનો વિજય થયો છે અને તેમને સન્માનથી જીવવાનો અધિકાર મળ્યો છે. સદીઓથી ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આ ઐતિહાસિક પ્રસંગે હું તમામ સાંસદોનો આભાર માનું છું. ત્રણ તલાક બિલ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે."
Jul 30,2019, 23:20 PM IST

Trending news