સરકારે રચ્યો ઈતિહાસ, ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પણ પસાર

લોકસભામાં મંજૂરી મળી ગયા પછી હવે ત્રણ તલાક પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલા 'મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) વિધેયક'ને મોદી સરકાર કોઈ પણ સ્થિતિમાં પાસ કરાવવા માગે છે, આથી ભાજપે પોતાના તમામ સાંસદોને મંગલવારે ગૃહમાં પૂર્ણ સમય હાજર રહેવા આદેશ આપ્યા છે 

સરકારે રચ્યો ઈતિહાસ, ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પણ પસાર

નવી દિલ્હી. લોકસભામાં બહુમતિ સાથે પસાર થઈ ગયા પછી મંગળવારે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. અહીં સૌથી પહેલા બિલને પસંદગી સમિતિને મોકલવાના પ્રસ્તાવ પર મતદાન થયું હતું, જેની તરફેણમાં 84 જ્યારે વિરોધમાં 100 વોટ પડ્યા હતા. ત્યાર પછી ટ્રિપલ તલાક બિલને પસાર કરવા માટે મતદાન યોજાયું હતું. જેમાં બિલને મંજૂરી આપવાની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા. આમ, બહુમત સાથે આ બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું હતું. 

હવે આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈના રોજ વર્તમાન બજેટ સત્રમાં જ ટ્રિપલ તલાક બિલ લોકસભામાં પસાર થઈ ગયું હતું. 

લોકસભામાં પસાર થઈ ગયા પછી મંગળવારે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ બપોરે 12.00 કલાકે રજૂ કરવામાં આવ્યું છે. આ બિલને ગૃહમાં રજુ કરતાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, આ બિલ જાતિગત ન્યાય, ગૌરવ અને સમાનતાની બાબત છે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. વર્ષ 2013માં ટ્રિપલ તલાકની પીડિતા સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. 

આ કેસમાં સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધિશોએ ચૂકાદો આપ્યો હતો કે, ટ્રિપલ તલાક મરજીપૂર્ણ અને ગેરબંધારણિય છે, જ્યારે એક જજે જણાવ્યું હતું કે, જે કુરાનમાં ખોટું છે તે બંધારણમાં કેવી રીતે સાચું હોઈ શકે છે. આ બાબત ભલે કોઈ એક ધર્મ સંબંધિત હોય, પરંતુ ઉચિત નથી, એટલે સંસદે તેના પર પહેલ કરવી જોઈએ. 

LIVE.....

- વિવિધ વિરોધ પક્ષોના વોકઆઉટ વચ્ચે ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું હતું. બિલની તરફેણમાં 99 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં 84 વોટ પડ્યા હતા. 

- ટ્રિપલ તલાક બિલને પસંદગી સમિતિને મોકલવાનો પ્રસ્તાવ ફગાવી દેવાયો. 100 સાંસદોએ તેના વિરોધમાં જ્યારે 84 સાંસદોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું. 

આ અંગે ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું કે, 'શું આપણે કોઈ ઈસ્લામિક દેશની નકલ કરતા નથી? શું પતિને જેલમાં મોકલીને મહિલાની મદદ કરીશું? ભારતના મુસલમાનોની બીજા દેશો સાથે સરખામણી ન કરવી જોઈએ.' એઆઈડીએમકેના સાંસદોએ ટ્રિપલ તલાક બિલના વિરોધમાં રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. 

આ અગાઉ ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે, "અમારી સરકારને દેશની તમામ દીકરીઓની ચિંતા છે. મોદી સરકાર મહિલાઓ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લઈને આવી છે. જે કેટલાક સવાલ છે તેનો જવાબ કાયદામંત્રી આપશે. ત્રણ તલાક જેવી કુપ્રથચાને સમાપ્ત કરવાની ચર્ચાને આખો દેશ જોઈ રહ્યો છે."

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news