ત્રણ તલાક બિલને રાષ્ટ્રપતિની મળી મંજૂરી, આ તારીખથી કાયદો લાગુ થશે

રાજ્યસભામાં 30મી જુલાઈના રોજ ત્રિપલ તલાક બિલ પસાર  થઈ ગયું. મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ કાનૂન 2019ને રાષ્ટ્રપતિ રામનાથ  કોવિંદે પણ મંજૂરી આપી દીધી છે.

ત્રણ તલાક બિલને રાષ્ટ્રપતિની મળી મંજૂરી, આ તારીખથી કાયદો લાગુ થશે

નવી દિલ્હી: રાજ્યસભામાં 30મી જુલાઈના રોજ ત્રિપલ તલાક બિલ પસાર  થઈ ગયું. મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ કાનૂન 2019ને રાષ્ટ્રપતિ રામનાથ  કોવિંદે પણ મંજૂરી આપી દીધી છે. આ કાયદો 19 સપ્ટેમ્બર 2019થી લાગુ થશે. બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 મતો પડ્યાં હતાં. બિલ પર ફાઈનલ વોટિંગ સમયે રાજ્યસભામાં કુલ 183 સાંસદો હાજર હતાં. સરકારને બિલ પાસ કરાવવા માટે 92 મત  જોઈતા હતાં. 

આ અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે રાજ્યસભામાં મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ) બિલ પાસ થતા ત્રિપલ તલાકની અન્યાપૂર્ણ પરંપરાના પ્રતિબંધ પર સંસદીય મંજૂરીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તે મહિલા-પુરુષ સમાનતા માટે ઐતિહાસિક ઉપલબ્ધિ છે. સમગ્ર દેશ માટે સંતોષની ઘડી છે. 

જુઓ LIVE TV

પીએમ મોદીએ પણ આ બિલ પાસ થઈ જતાં ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે એક પ્રાચીન અને મધ્યકાલીન પ્રથાને આખરે ઈતિહાસની કચરાપેટીમાં નાખી દેવાઈ. સંસદે ત્રિપલ તલાક ખતમ કરી દીધા છે અને મુસ્લિમ મહિલાઓ સાથે કરવામાં આવેલી એક ઐતિહાસિક ભૂલને સુધારી દેવાઈ છે. પીએમ મોદીએ કહ્યું કે આ જેન્ડર જસ્ટિસની જીત છે જે આગળ જઈને સમાજમાં સમાનતા લાવશે. આજે ભારત ખુશ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news