જંગલેશ્વર News

શરદી-તાવથી તડપતો બાળક રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વરમાંથી ગોંડલ પહોંચ્યો
ગોંડલ માર્કેટ યાર્ડ પાસે નાદુરસ્ત હાલતમાં રાજકોટ (Rajkot) થી આવેલ એક બાળક મળી આવ્યો હતો. રાજકોટના કરફ્યુગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારમાંથી નાદુરસ્ત બાળક ગોંડલ પહોંચ્યો છે. તાવ, શરદી અને ઉધરસથી પીડાતા બાળકને પોલીસે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસ તપાસમાં બાળક અને તેના માતાપિતા બે દિવસ પહેલા ક્લસ્ટર એરિયા ઓળંગી ટ્રકમાં બેસી ગોંડલ પહોંચ્યાનું આવ્યું છે. આમ, ક્લસ્ટર વિસ્તારમાંથી અનેક પરિવાર બહાર ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે હાઇવે પરની ચેકપોસ્ટ પર ચેકિંગ પર પોલીસ કાર્યવાહી સામે ઉઠી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી પોલીસે ક્લસ્ટર વિસ્તાર ઉપરાંત 25 જગ્યાઓને પર પતરા લગાવી વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે.
Apr 19,2020, 8:45 AM IST
માત્ર 11 દિવસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટના જંગલેશ્વરમાં કોરોના બેકાબૂ
Apr 15,2020, 9:27 AM IST
રાજકોટ : કોરોનાના હોટસ્પોટ બનેલ જંગલેશ્વરની મસ્જિદના માઈકથી પહેલીવાર લોકોને અપીલ કરા
રાજકોટમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટ ( rajkot) ના જંગલેશ્વર વિસ્તારમાં જ અત્યાર સુધી કુલ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારમાંથી 7 પોઝિટિવ (corona virus) કેસ સામે આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોરોનોનું સેન્ટર બનેલા આ જંગલેશ્વર વિસ્તારમાં ત્રિપલ ટી સિસ્ટમ અપનાવાઈ છે. ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સિસ્ટમ અપનાવીને સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાંથી મેડિકલ કોલેજની એક્સપર્ટ ટીમ દ્વારા સેમ્પલ લેવાની શરૂઆત કરાઈ છે. જંગલેશ્વર વિસ્તાર શેરી નંબર 24 થી 31 ને ક્લસ્ટર કરી દેવામાં આવ્યા છે. ક્લસ્ટર વિસ્તારમાં લોકોની અવર જવર પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
Apr 10,2020, 14:03 PM IST

Trending news