રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળા ઘર બહાર ઉમટી પડ્યા, પોલીસની ગાડી પર પથ્થરમારો

કોરોનાને લઈને રાજકોટનો હોટસ્પોટ બની બેઠેલા જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઘરની બહાર નીકળી પડ્યા હોવાના અહેવાલ છે. લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો પણ કર્યો. SRP જવાન દ્વારા ટીયર ગેસના શેલ છોડાયા હોવાની પણ ચર્ચા છે. 

રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળા ઘર બહાર ઉમટી પડ્યા, પોલીસની ગાડી પર પથ્થરમારો

રક્ષિત પંડ્યા,/રાજકોટ: કોરોનાને લઈને રાજકોટનો હોટસ્પોટ બની બેઠેલા જંગલેશ્વર વિસ્તારમાં લોકોના ટોળેટોળા ઘરની બહાર નીકળી પડ્યા હોવાના અહેવાલ છે. લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો પણ કર્યો. SRP જવાન દ્વારા ટીયર ગેસના શેલ છોડાયા હોવાની પણ ચર્ચા છે. એવું જાણવા મળ્યું છે કે આ મામલે 20 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. પોલ ીસના જણાવ્યાં મુજબ હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. 

મળતી માહિતી મુજબ રાજકોટમાં કોરોનાનો હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં લોકોએ ઘરની બહાર નીકળીને હોબાળો મચાવ્યો છે. ગઈ કાલે રાતે ક્લસ્ટર કરવામાં આવેલા વિસ્તારમાં પતરા તોડી નાખવામાં આવ્યાં. લોકોના ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો પણ કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અધિકારી અને કર્મચારીઓ સહિતના લોકો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યાં. પોલીસ કાફલો પહોંચતા જ મામલો થાળે પાડવામાં આવ્યો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે થોડા દિવસ અગાઉ પણ આ વિસ્તારમાં આ રીતે લોકોએ ઘરની બહાર નીકળીને હોબાળો મચાવ્યો હતો. ગુજરાતમાં હાલ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના 10,989 કેસ નોંધાયેલા છે. જેમાંથી 625 લોકો મૃત્યુ પામ્યા છે. અને 4308 લોકો સાજા થઈને ઘરે ગયા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના 79 કેસ નોંધાયેલા છે. જેમાંથી 2ના મૃત્યુ થયા છે અને 51 લોકો રિકવર થઈને ઘરે ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news