રાજકોટ: 30 હજારમાં નકલી MBBSનું સર્ટી લઇ સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

શહેરમાંથી શ્યામ રાજાણી બાદ વધુ એક બોગસ તબીબને રાજકોટ પોલીસે ઝડપી પડ્યો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી તબીબ તરીકે પ્રેક્ટીસ કરતા રફીક લીંગડીયાને બાતમીના આધારે ભક્તિનગર પોલીસે ઝડપી પડ્યો છે. પોલીસે રેડ કરી આરોપી બોગસ તબીબની ધરપકડ કરી દવા સહીતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
 

 રાજકોટ: 30 હજારમાં નકલી MBBSનું સર્ટી લઇ સારવાર કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેરમાંથી શ્યામ રાજાણી બાદ વધુ એક બોગસ તબીબને રાજકોટ પોલીસે ઝડપી પડ્યો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી તબીબ તરીકે પ્રેક્ટીસ કરતા રફીક લીંગડીયાને બાતમીના આધારે ભક્તિનગર પોલીસે ઝડપી પડ્યો છે. પોલીસે રેડ કરી આરોપી બોગસ તબીબની ધરપકડ કરી દવા સહીતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

એક તરફ બોગસ ડીગ્રી મેળવી વિવાદમાં આવેલ બોગસ તબીબ શ્યામ રાજાણીને લઇ રોજ બરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તેવામાં રાજકોટ ભક્તિનગર પોલીસે જંગલેશ્વર વિસ્તારમાંથી બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તમી મળી હતી જેના આધારે મહાનગર પાલિકાની હેલ્થ વિભાગને સાથે રાખી જંગલેશ્વર વિસ્તારમાં આવેલ દવાખાનામાં તપાસ કરતા આ ડોક્ટર પાસે કોઈ પણ જાતની તબીબી ડીગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ પોલીસે તેની ધરપકડ કરી સ્થળ પરથી ઇન્જેક્શન, ગ્લુકોઝની બોટલો , એલોપેથીની દવા, બ્લડપ્રેસર માપવા મશીન સહીત 10,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા આપાવમાં આવેલી માહિતી અનુસાર પકડાયેલ બોગસ તબીબ રફીક લિંગડીયાએ આજથી ૧૪ વર્ષ પહેલા અમદાવાદ ખાતેથી રૂપિયા ૩૦,૦૦૦માં તબીબી ડીગ્રી મેળવી છે. અને છેલ્લા 10 વર્ષથી તે પોતે જંગલેશ્વર વિસ્તારમાં દવાખાનું ખોલી તમામ પ્રકારની સામાન્ય સારવાર દર્દીઓને પ્રતિ દિવસની દવા આપી રૂપિયા 30માં સારવાર આપતો હતો. સાથે જ ખાનગી મેડીકલ સ્ટોરમાંથી દવા મેળવી બાદમાં જરૂરિયાત મુજબ દવા દર્દીને આપતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ચકચારી બીટોકોઇન કૌભાંડ: ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને મળ્યા જામીન

હાલ પોલીસે રાજકોટમાંથી વધુ એક મુન્નાભાઈ MBBSને ઝડપી પાડી તેની પાસે રહેલ બોગસ ડીગ્રી કોની પાસેથી મેળવી, તદુપરાંત કોઈ દર્દીને મેજર સારવાર આપી છે કે કેમ સહીત ના અલગ અલગ મુદાઓને તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે પણ શાપર ખાતેથી બોગસ તબીબને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news