ગૃહરાજ્યમંત્રી News

ગુજરાત રેલવે પોલીસની ‘સુરક્ષિત સફર’ એપમાં પાકિસ્તાનની ટ્રેનનો ફોટો
ગુજરાત રેલવે પોલીસની ‘સુરક્ષિત સફર’ એપમાં પાકિસ્તાનની ટ્રેનનો ફોટો મુકતા રેલવે DIG ગૌતમ પરમારે એપ્લિકેશન ડેવલપરનો ઉધડો લીધો. એપ્લિકેશન ડેવલપર એ પોતાની ભૂલ સ્વીકારી ફોટો હટાવો છે. ચાલુ ટ્રેનમાં તમારો સામાન કે કિંમતી ચીજવસ્તુની ચોરી, લુંટફાટ થાય તો રેલવે પોલીસની મદદ માટે ગુજરાત રેલવે પોલીસે "સુરક્ષિત સફર" નામની એપ્લિકેશન બનાવી છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શનિવારે લોન્ચ કરેલી એપ્લિકેશનમાં ગુજરાત રેલવે પોલીસે ભારતમાં ચાલતી ટ્રેનની જગ્યાએ કથિત પાકિસ્તાનની ટ્રેનનો ફોટો એપ્લિકેશનમાં મુકવામાં આવતા ચર્ચા થઇ હતી. અહેવાલ બાદ ગુજરાત રેલવે પોલીસે એપ્લિકેશન બનાવનારનું ધ્યાન દોરવાની ફરજ પડી હતી અને તાત્કાલિક ફોટો બદલવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ અંગે એપ્લિકેશનના ડેવલપર મનન મહારાજે જણાવ્યું હતું કે એપ્લિકેશન બનાવતી વખતે ટ્રેનના કલરફુલ ફોટો મુકવામાં શરતચૂકથી આ ફોટો લેવાઈ ગયો છે. અમે આ ફોટાને તાત્કાલિક બદલી દઈએ છીએ.
Mar 1,2020, 18:05 PM IST
MLA રિપોર્ટ કાર્ડ: વટવાના ધારાસભ્યના કામ વિશે જાણો શું કહેવું છે સ્થાનિકોનું
વટવા વિધાનસભા રાજ્યના ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મતવિસ્તાર છે. વટવા વિધાનસભા અમદાવાદ પૂર્વ લોકસભામાં આવે છે. વટવા વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે. 2 ટર્મથી ભાજપના પ્રદીપસિંહ જાડેજા આ બેઠક પર જીતે છે. વટવા બેઠક વર્ષ 2012માં નવા સીમાંકન હેઠળ અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2017માં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા 62 હજારની જંગી લીડથી જીત્યા હતા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકપ્રિય ધારાસભ્ય છે. સતત પ્રજાનું સમર્થન તેમને મળતું રહ્યું છે. વિસ્તારમાં વિકાસના અનેક કામ તેમણે કર્યા છે. મેટ્રો પ્રોજેકટ, જડેશ્વર વન જેવા 2 મેગા પ્રોજેકટ સાકાર થયા છે. ધારાસભ્ય પોતાની તમામ ગ્રાંટ વાપરી હોવાનો દાવો કરી રહ્યા છે. જનતા માટે 80-20ની ગ્રાંટનો ઉપયોગ સૌથી વધુ કર્યો છે. જનતાની સુવિધા માટે તળાવો, પાણીની ટાંકીઓ, પેવર બ્લોક, અર્બન હેલ્થ સેન્ટર, 100 બેડની હોસ્પિટલ, વાંચનાલય, જીમનેશિયમ જેવી અનેક સુવિધાઓ વિસ્તારમાં થઈ છે.
Jan 12,2020, 18:35 PM IST

Trending news