ગુજરાત રેલવે પોલીસની ‘સુરક્ષિત સફર’ એપમાં પાકિસ્તાનની ટ્રેનનો ફોટો

ગુજરાત રેલવે પોલીસની ‘સુરક્ષિત સફર’ એપમાં પાકિસ્તાનની ટ્રેનનો ફોટો મુકતા રેલવે DIG ગૌતમ પરમારે એપ્લિકેશન ડેવલપરનો ઉધડો લીધો. એપ્લિકેશન ડેવલપર એ પોતાની ભૂલ સ્વીકારી ફોટો હટાવો છે. ચાલુ ટ્રેનમાં તમારો સામાન કે કિંમતી ચીજવસ્તુની ચોરી, લુંટફાટ થાય તો રેલવે પોલીસની મદદ માટે ગુજરાત રેલવે પોલીસે "સુરક્ષિત સફર" નામની એપ્લિકેશન બનાવી છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શનિવારે લોન્ચ કરેલી એપ્લિકેશનમાં ગુજરાત રેલવે પોલીસે ભારતમાં ચાલતી ટ્રેનની જગ્યાએ કથિત પાકિસ્તાનની ટ્રેનનો ફોટો એપ્લિકેશનમાં મુકવામાં આવતા ચર્ચા થઇ હતી. અહેવાલ બાદ ગુજરાત રેલવે પોલીસે એપ્લિકેશન બનાવનારનું ધ્યાન દોરવાની ફરજ પડી હતી અને તાત્કાલિક ફોટો બદલવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ અંગે એપ્લિકેશનના ડેવલપર મનન મહારાજે જણાવ્યું હતું કે એપ્લિકેશન બનાવતી વખતે ટ્રેનના કલરફુલ ફોટો મુકવામાં શરતચૂકથી આ ફોટો લેવાઈ ગયો છે. અમે આ ફોટાને તાત્કાલિક બદલી દઈએ છીએ.

Trending news