Ahmed Patel નું નિધન : પીએમ મોદીથી લઈને રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે....

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ (Ahmed Patel) નું કોરોનાથી નિધન થયું છે. તેમના નિધન પર રાજકીય હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી (Rahul Gandhi), પ્રિયંકા ગાંધી વાડ્રા, માયાવતી, ભૂપેશ બઘેલ, રણદીપ સૂરજેવાલા જેવા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. 

ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ (Ahmed Patel) નું કોરોનાથી નિધન થયું છે. તેમના નિધન પર રાજકીય હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી (Rahul Gandhi), પ્રિયંકા ગાંધી વાડ્રા, માયાવતી, ભૂપેશ બઘેલ, રણદીપ સૂરજેવાલા જેવા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, અહેમદભાઈની આત્માને શાંતિ મળે...

1/6
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે, તેઓએ અનેક વર્ષો સુધી જનતાની સેવા કરી. તેઓ પોતાના તેજ દિમાગ માટે પ્રખ્યાત હતા. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના દીકરા ફૈઝલ સાથે વાત કરીને પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, અહેમદભાઈની આત્માને શાંતિ મળે. 

માયાવતીએ શોક વ્યક્ત કર્યો

2/6
image

માયાવતીએ ટ્વીટ કરીને અહેમદ પટેલના મોત પર દુખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે, વરિષ્ઠ કોંગ્રેસી નેતા તેમજ દેશની રાજનીતિનું પ્રખ્યાત નામ અહેમદ પટેલના આજે સવારે નિધનના સમાચાર અતિ દુખદાયક છે. તેમના પરિવાર અને મિત્રો પ્રતિ મારી સંવેદના છે. તેમનું વ્યક્તિત્વ બહુ જ સાદુ અને મિલનસાર હતુ. ભારતીય રાજનીતિમાં તેમની ઉંડી છાપને હંમેશા સારી રીતે યાદ કરવામાં આવશે. 

પાર્ટીના સ્તંભ હતા અહેમદ પટેલ

3/6
image

રાહુલ ગાંધીએ અહેમદ પટેલના નિધન પર દુખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, તેઓ પાર્ટીની મિલકત હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીના મજબૂત સ્તંભ હતા. 

પ્રિયંકા ગાંધીના અનુભવી સહકર્મી

4/6
image

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે, અહેમદજી ન માત્ર બુદ્ધુમાન અને અનુભવી સહકર્મી હતા, પરંતુ તેઓ પાસેથી મે અનેક સલાહ લીધી હતી. તેઓ એવા મિત્ર હતા, જેઓ અમારી પડખે દ્રઢતા, ઈમાનદારીથી અંત સુધી ઉભા રહ્યા હતા. તેમની આત્માને શાંતિ મળે.

અહેમદભાઈના જવાનો વિશ્વાસ નથી થતો

5/6
image

રણદીપ સુરજેવાલાએ એક અલગ રીતે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓએ લખ્યું કે, નિશબ્દ... જેઓએ દરેક નાના મોટા, દોસ્ત, સાથી, વિરોધી પણ, એક જ નામથી સન્માન આપતા... અહેમદભાઈ... તેમણે સદા નિષ્ઠા તથા કર્તવ્ય નિભાવ્યું. જેઓ હંમેશા પાર્ટીને જ પરિવાર માનતા હતા. તેઓએ રાજકીય રેખાઓ ભૂંસીને લોકોના દિલ પર છાપ છોડી છે. હજી પણ વિશ્વાસ નથી થતો. અલવિદા અહેમદજી....

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી

6/6
image

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી