ડોક્ટરોએ સાજી કરેલી પ્રેમિકાને પ્રેમીએ મારી નાંખી, ગ્લુકોઝના બોટલમાં આપી દીધુ સાઈનાઈડ

ડોક્ટરોએ સાજી કરેલી પ્રેમિકાને પ્રેમીએ મારી નાંખી, ગ્લુકોઝના બોટલમાં આપી દીધુ સાઈનાઈડ
  • કેમિકલ કંપનીમાં કામ કરતો જિગ્નેશ પટેલ સારંગપુરની ઉર્મિલા વસાવા સાથે લિવ ઈનમાં રહેતો હતો
  • ડોક્ટર સમક્ષ ચઢાવેલી બોટલમાં સાઇનાઇડનું ઈન્જેક્શન માર્યું હતું, જેમાં ઊર્મિલાનુ મોત થયુ હતું 

ભરત ચૂડાસમા/ભરૂચ :સ્વીટી મર્ડર કેસ કરતા પણ મોટો ચકચારી કિસ્સો અંકલેશ્વરના મોતાલી ગામમાં બન્યો છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પ્રેમિકાને પ્રેમીએ જ સાયનાઈડનું ઇન્જેક્શન આપી હત્યા કરી છે. ઓરેન્જ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાયનાઈડ (poision) નું ઇન્જેક્શન અપાયું હોવાનું બહાર આવ્યું છે. 8 વર્ષ પહલે બંન્ને વચ્ચે પ્રેમ થયો હતો, બંને લિવ ઈનમાં રહેતા હતા. ત્યારે એવુ તો શુ થયુ કે પ્રેમીએ પ્રેમિકાને સારવાર દરમિયાન આવુ દર્દનાક મોત (crime) આપ્યું. અંકલેશ્વર પોલીસે હત્યા અને એટ્રોસીટી એક્ટ અંતર્ગત તપાસ શરૂ કરી છે. 

હોસ્પિટલમાં રિકવરી આવ્યા બાદ ઊર્મિલાની તબિયત ફરી બગડી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, અંકલેશ્વરના મોતાલી ગામમાં જિગ્નેશ પટેલનો પરિવાર રહે છે. કેમિકલ કંપનીમાં કામ કરતો જિગ્નેશ પટેલ સારંગપુરની ઉર્મિલા વસાવા સાથે લિવ ઈન (live in realation) માં રહેતો હતો. ગત 8 જુલાઈના રોજ ઊર્મિલાબેનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર અર્થે ઓરેન્જ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અહી સારવાર બાદ ઊર્મિલાબેનની તબિયત સારી થઈ હતી. પરંતુ અચાનક તેની તબિયત લથડી હતી. અને તેના બાદ મોત નિપજ્યુ હતું. 

અચાનક મોત થતા તબીબો પણ ચોંક્યા હતા 
રિકવરી આવ્યા બાદ પણ ઊર્મિલાબેનનુ મોત આખરે કેવી રીતે થયુ તે મામલે તબીબો પણ માથુ ખંજવાળવા લાગ્યા હતા. તેઓને પણ આ મોત અંગે શંકા ગઈ હતી. આ વચ્ચે ઊર્મિલાબેનના ભાઈ વિજય અને કાકાએ તેના મોતને લઈને સવાલો કર્યા હતા કે, આખરે રિકવરી બાદ પણ ઊર્મિલાનું મોત કેવી રીતે થયું. કંઈક રંધાયુ હોવાની શંકા જતા ઊર્મિલાબેનના ભાઈએ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયુ હતું. આખરે એક મહિના બાદ પત્ની ઉર્મિલાની હત્યા કરનાર જિગ્નેશ પટેલનો ભેદ ખૂલ્યો હતો. જિગ્નેશે જ ગ્લુકોઝની બોટલમાં સાઈનાઈડ આપી ઊર્મિલાની હત્યા (murder) કરી હતી. 

ગ્લુકોઝના બોટલમાં જિગ્નેશે સાઈનાઈડ નાંખ્યુ હતું 
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આખરે જિગ્નેશે કબૂલાત કરી હતી કે, તેણે ડોક્ટર સમક્ષ ચઢાવેલી બોટલમાં સાઇનાઇડનું ઈન્જેક્શન માર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઉર્મિલાબેનના પ્રથમ લગ્ન રાજપીપળા ખાતે કુમસ ગામના શુક્લભાઈ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી ઉર્મિલાબેન તેના દીકરા અને દીકરી સાથે પિયર સારંગપુરમાં પરત આવ્યા હતા. જ્યાં તેને જીગ્નેશ પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ઊર્મિલા જિગ્નેશ સાથે લિવ ઈનમાં રહેતી હતી. તો તેમના બંને બાળકો તેમના પિયરમાં જ રહેતા હતા. જોકે, જીગ્નેશ પણ શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. મહિલાની હત્યા માટે જીગ્નેશ પટેલને અન્ય મહિલા સાથેના સંબંધો જવાબદાર હોવાની પણ પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news