UAE T20 League: ક્રિકેટપ્રેમીઓ આનંદો, ZEE ને મળ્યા UAE ની T20 લીગના મીડિયા રાઈટ્સ, જાણો વિગતવાર માહિતી

UAE T20 League: UAE માં યોજાનારી ટી20 લીગના ગ્લોબલ રાઈટ્સ દિગ્ગજ મીડિયા હાઉસ ZEE ને મળ્યા છે. અમિરાટ્સ બોર્ડ તરફથી આજે આ અંગે જાહેરાત કરવામાં આવી

UAE T20 League: ક્રિકેટપ્રેમીઓ આનંદો, ZEE ને મળ્યા UAE ની T20 લીગના મીડિયા રાઈટ્સ, જાણો વિગતવાર માહિતી

UAE T20 League: UAE માં યોજાનારી ટી20 લીગના ગ્લોબલ રાઈટ્સ દિગ્ગજ મીડિયા હાઉસ ZEE ને મળ્યા છે. અમિરાટ્સ બોર્ડ તરફથી આજે આ અંગે જાહેરાત કરવામાં આવી. ગ્લોબલ મીડિયા અને એન્ટરટેઈન્મેન્ટ પાવર હાઉસ ZEE સાથે લાંબા ગાળાનો મીડિયા રાઈટ્સ કરાર થયો છે. અત્રે જણાવવાનું કે આ ટી20 લીગનું લાઈવ પ્રસારણ ઝીની લીનિયર ચેનલો અને તેના ઓટીટી પ્લેટફોર્મ ZEE5 પર કરવામાં આવશે. UAE ની આ ટી20 લીગ એક પ્રોફેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. જેમાં 6 ટીમો હશે. 

યુએઈ ટી20 લીગના ચેરમેન ખાલિદ અલ ઝરૂનીના જણાવ્યાં મુજબ ZEE જેવો વિશ્વસનીય બ્રોડકાસ્ટ પાર્ટનર મળે તેનાથી વધારે સંતોષજનક બીજુ કઈ હોઈ શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે તેઓ કંપનીના એમડી અને સીઈઓ પુનિત ગોયંકા અને ZEE ના દક્ષિણ એશિયા બિઝનેસ હેડના પ્રેસિડેન્ટ રાહુલ જોહરીના લીગ પર ભરોસો દર્શાવવા બદલ આભારી છે. ZEE એ યુએઈ ટી20 લીગ સાથે ખેલ પ્રસારણમાં ફરીથી પ્રવેશ કરવાનો નિર્ણય લીધો અને આ તેમનું પહેલું મીડિયા રાઈટ્સ અધિગ્રહણ છે તે તો વધુ આનંદની વાત છે. તેમણે કહ્યું કે પૂરો વિશ્વાસ છે કે અમારી લીગને ઉત્કૃષ્ટ સ્તરે લઈ જવા માટે ZEE પાસે દર્શકોની સંખ્યા છે. 

અત્રે જણાવવાનું કે આ લીગમાં કુલ 6 ટીમો વચ્ચે 34 જેટલી મેચ રમાશે. લીગમાં સામેલ થનારી ટીમોમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, લાન્સર કેપિટલ, અદાણી સ્પોર્ટ્સલાઈન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જીએમઆર ગ્રુપ અને કેપરી ગ્લોબલ સામેલ છે. ઝીની 190થી વધુ દેશોમાં હાજરી હોવાના કારણે આ લીગને દર્શકો અને પાર્ટનર્સ સુધી પહોંચવામાં મદદ મળશે. બિઝનેસ સાથે એડવાર્ટાઈઝર્સ અને ડિસ્ટ્રીબ્યૂશન પાર્ટનર્સ સાથે મળીને ઝી ની મલ્ટી પ્લેટફોર્મ સ્ટ્રેટેજી દ્વારા લીગને 100 મિલિયનથી વધુ ઘરોમાં પહોંચાડવામાં મદદ મળશે. 

T20 League ની મેચો અહીં જોઈ શકાશે
UAE T20 Leagueનું ઝીની 10 લિનિયર ચેનલો પર HSM (હિન્દી સ્પીકિંગ માર્કેટ્સ) દક્ષિણ અને પૂર્વ ક્ષેત્રોમાં અંગ્રેજી, તમિલ, હિન્દી ભાષાઓમાં પ્રસારણ થશે. આ સિવાય દર્શકો ZEE5 પર લાઈવ સ્ટ્રિમિંગ પણ લાભ લઈ શકશે તથા ગ્લોબલ રેડિયો ઉપર પણ મજા માણી શકાશે. ટી20 ક્રિકેટ લીગની દુનિયાભરમાં લોકપ્રિયતા વધી રહી છે. ત્યારે યુએઈના એમિરાટ્સ ક્રિકેટ બોર્ડે પણ પોતાની યુએઈ ટી20 લીગ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઝી ગ્રુપ આ લીગનું સીધુ પ્રસારણ કરશે. ECB એ આ માટે ZEE ગ્રુપ સાથે 120 મિલિયન ડોલરમાં 10 વર્ષની ડીલ કરી છે. 

આ રીતનું હશે UAE T20 League નું સ્વરૂપ
એમિરાટ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા અધિકૃત રીતે જાહેર  કરાયેલી માહિતી મુજબ આ લીગમાં 6 ટીમ હશે અને કુલ 34 મેચ રમાશે. અલગ અલગ દેશોની ક્રિકેટ ટીમના ધૂરંધર ખેલાડીઓ આ લીગમાં ભાગ લેશે. મળતી માહિતી મુજબ એક ટીમમાં વધુમાં વધુ 8 વિદેશી ખેલાડીઓને રમવાની મંજૂરી હશે. આઈપીએલમાં એક ટીમમાં વધુમાં વધુ 4 વિદેશી  ખેલાડીઓને રમવાની મંજૂરી હોય છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news