શું તમને છે આવી કોઈ સમસ્યા? કોરોના બાદ ગુજરાતમાં 40 ટકા લોકોમાં આંખની સમસ્યા, જાણો બચવા શું કરવું અને શું નહીં?
અમદાવાદમાં AMC સંચાલિત નગરી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. કોરોના બાદ આંખની સમસ્યાના કેસ વધ્યા છે. નગરી હોસ્પિટલમાં અગાઉ કરતા આંખની સમસ્યામાં 40 ટકાનો વધારો નોંધાયો છે..
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: દેશમાં કોરોના બાદ લોકો ડિજીટલ યુગ તરફ વળતા નજરે પડ્યા છે. ડિજીટલ યુગ તરફ વળ્યા બાદ હવે લોકોમાં આંખોની સમસ્યાઓ વધી છે. કોરોના બાદ લોકોમાં આંખોની સમસ્યામાં 40 ટકા સુધીનો વધારો થયો છે. ઓનલાઈન શિક્ષણના કારણે બાળકોમાં ચશ્મા આવ્યાના કેસ પણ વધ્યા છે. લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ, કમ્પ્યુટર પર ભણવાને કારણે બાળકોની આંખો નબળી થઈ રહી છે. બાળકોમાં આંખોમાં ખંજવાળ આવવી અને આંખોમાંથી પાણી પડે તેવી ફરિયાદ વધી છે. સાથે જ વધુ પ્રમાણમાં મોબાઈલનો ઉપયોગ કરતા લોકો પણ આંખીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. સાથે જ વધી રહેલી ગરમીના કારણે પણ લોકોને આંખની સમસ્યા વધી છે. હાલમાં અમદાવાદમાં AMC સંચાલિત નગરી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. કોરોના બાદ આંખની સમસ્યાના કેસ વધ્યા છે. નગરી હોસ્પિટલમાં અગાઉ કરતા આંખની સમસ્યામાં 40 ટકાનો વધારો નોંધાયો છે..
આ વિશે મળતી માહિતી પ્રમાણે, છેલ્લા કેટલાક સમયમાં ડ્રાય આઈની ફરિયાદ સાથે આવતા દર્દીઓમાં 40 ટકાનો વધારો થતા ખળભળાટ મચ્યો છે. કોરોનાકાળ બાદ લોકોમાં આંખોની જુદી જુદી સમસ્યાઓ વધી ગઈ છે. શિક્ષણને કારણે બાળકો ડિજિટલ પ્લેટફોર્મ તરફ વળવા મજબૂર બન્યા છે, ત્યારે પરિણામ સ્વરૂપે બાળકોને ચશ્મા આવવાના કેસો વધ્યા છે. બાળકો લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ, કમ્પ્યુટર પર ભણવાને કારણે બાળકોની આંખો નબળી થવાના કિસ્સામાં પણ વધારો નોંધાયો છે.
એટલું જ નહીં, લોકોને આજકાલ આંખોમાં ખંજવાળ આવવી અને આંખોમાંથી પાણી પડે એવી ફરિયાદ પણ વધી ગઈ છે. નાના બાળકો ઉપરાંત તમામ વયના લોકોમાં આંખોની સમસ્યા વધતી હોવાનું જોવા મળી રહ્યું છે. મોટા લોકો પણ હવે મોબાઈલનો વધુ પડતો વપરાશ કરતા થયા છે, લોકોનો સ્ક્રીન ટાઈમ વધ્યો હોવાથી આંખોની સમસ્યાથી પીડિત દર્દીઓની સંખ્યા વધી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર તેજસબેન દેસાઈએ કહ્યું કે, લોકોનો સ્ક્રીન ટાઈમ વધ્યો હોવાને કારણે તેમજ ઓનલાઈન કામ કરવું પડતું હોવાથી સૌએ દર વીસ મીનીટે આંખને આરામ આપવો જોઈએ, ઊભા થઈને આંટો મારી લેવો જોઈએ. ડિજિટલ ડીવાઈસથી જરૂરી અંતર જાળવવું જોઈએ, ખૂબ પાણી પીવું અને સાદો વ્યાયામ કરતા રહેવું જોઈએ.
ભૂતકાળમાં ડોક્ટર્સ જ્યારે મોતિયાનું ઓપરેશન કરતા એ વખતે લોકો પૂછતા કે ક્યારેય નાહવું અને શું ખાવું પણ હવે લોકો એવું પૂછે છે કે મોબાઈલ ક્યારે વાપરી શકીશું. ડ્રાય આઈની સમસ્યામાં આંખની ચામડી ડ્રાય થાય અને ધૂંધળું દેખાવાની શરૂઆત થતી હોય છે જેની ફરિયાદ વધી છે. હાલ 44 ડિગ્રી જેટલુ તાપમાન અનુભવાઈ રહ્યું છે જેના કારણે આંખમાં જે ભેજનું પ્રમાણ રહેવું જોઈએ એ જળવાતું નથી અને ડ્રાય આઇના કેસોમાં વધારો થયો છે. બાળકોમાં જંકફૂડનું પ્રમાણ વધ્યું છે એટલે જરૂરી વિટામિન્સ પણ ન મળતા હોય એવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે, એટલે બાળકોને વિટામિન્સ મળી રહે એવું ખાસ ધ્યાન રાખવું જોઈએ
જેણા કારણે તડકામાં જાવ ત્યારે હેલ્મેટ, ગોગલ્સ પહેરવા હિતાવહ છે. જેના કારણે સીધી સન લાઈટથી આંખને નુકસાન ન થાય. આંખના પોપચા પર ઠંડકના પોતા મૂકવા જોઈએ. આંખની અંદર ઠંડા દૂધના ટીપા, કોથમીરનો રસ મૂકવો એવા પ્રકારના અખતરા કરવાથી તમામે બચવું જોઈએ. આવા અખતરા કરવાથી આંખનું ઇન્ફેક્શન થતું હોય છે. એટલું જ નહીં, ઠંડા પાણીની છાલક આંખમાં મારવાનું વડીલો કહેતા હોય છે પરંતુ સૌને સલાહ છે કે, ઠંડા પાણીની છાલક આંખમાં ન મારવી જોઈએ. આંખમાં ઠંડા પાણીની છાલક મારવાને કારણે આંખમાં બનેલું લેયર ડિસ્ટર્બ થાય છે અને ડ્રાય આઈની સમસ્યા શરૂ થાય છે.
આંખોને બચાવવા શું કરવું?
- કોમ્પ્યુટર ચલાવતા સમયે 20 મિનિટ બાદ આંખને આરામ આપો---
- ડિજીટલ ડિવાઈસથી અંતર જાળવવું જરૂર---
- પાણી વધુ પીવું, સાદો વ્યાયામ કરવો---
- તડકામાં હેલ્મેટ, ગોગલ્સનો ઉપયોગ કરો----
- વિટામિન્સ મળે તેવા આહાર ખાવા જોઈએ---
- આંખના પોપચા પર ઠંડકના પોતા મૂકવા
આંખોને બચાવવા શું ન કરવું
- ઠંડા પાણીની છાલક આંખમાં ન મારવી ----
- ઠંડા પાણીથી ડ્રાય આઈની સમસ્યા થાય છે----
- આંખમાં દૂધના ટીપા નાખવાથી ઈન્ફેક્શન થાય છે---
- કોથમીરનો રસ પણ આંખ પર ન મૂકવો-----
- આંખ પર કરાતા અખતરાથી બચવુ જોઈએ-
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે